<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રામકથાની પૂર્ણાહૂતિ પ્રસંગે.....

 

માનસ સદ્દભાવના તો ગુંજશે ત્રિભુવને સદા

સત્‍ય, પ્રેમ, કરૂણાનું આ અવિનાશી કામ રહેશે

રાજકોટ રામકોટમાં સદા મારો રામ રહેશે

છોરૂ નહિં જ થાય કછોરૂ કાઠીયાવાડમાં માવતર માટે સદાય સદ્દભાવના ધામ રહેશે

બાપા કહેવા દયો અમ ફલાવર્સ, કબુતર્સને

દિલમાં સુઆશયો, સુઆયોજનો તમામ રહેશે

માનસ સદ્દભાવના તો ગુંજશે ત્રિભુવને સદા

હૈયુ અમારૂ ચીરશો તો જોશો ! હનુમાન રહેશે

ભારતને કરીશુ હરિયાળુ હરિયાણી પ્રેરણાથી

મોરારીબાપુ ! કંઠે રામનામનો જ જાપ રહેશે

વૃક્ષો, વડીલોના પ્રગટાવેલ દીપને બનાવશુ સૂરજ

બાવાનું તલગાજરડું અમારૂ ધામ રહેશે

મિત્તલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯)

(3:42 PM IST)