<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

શિંદે જુથે અજીત પવાર સામે બાંયો ચડાવી

જો એનસીપી (અજીતપવાર) ગઠબંધનનો ભાગ ન હોત તો શિંદે પાર્ટીએ ૯૦ થી ૧૦૦ સીટ મેળવી હોત

મુંબઇ : મહારાષ્‍ટ્રમાં મુખ્‍યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્‍ચે શિંદે સેનાના ધારાસભ્‍ય ગુલાબરાવ પાટીલે રવિવારે દાવો કર્યો હતો કે જો અજિત પવારની એનસીપી મહાગઠબંધનનો ભાગ ન હોત તો એકનાથ શિંદેના નેતળત્‍વવાળી પાર્ટીએ મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ૯૦-૧૦૦ બેઠકો મેળવી હોત.

મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીનો સમાવેશ થાય છે. અજિત પવાર જુલાઈ ૨૦૨૩માં શિંદે સરકારમાં જોડાયા અને તેમને નાયબ મુખ્‍યમંત્રી બનાવવામાં આવ્‍યા.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર પાટીલે વાતચીતમાં કહ્યું કે, શ્નશિવસેના માત્ર ૮૫ બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમનું માનવું હતું કે જો અજિત પવારની એનસીપી ગઠબંધનનો ભાગ ન હોત તો પાર્ટી વધુ બેઠકો જીતી શકી હોત.ઙ્ખ

ગુલાબરાવ પાટીલે વધુ કહ્યું હતું કે, અમે માત્ર ૮૫ બેઠકો પર ચૂંટણી લડયા હતા.  અજીતદાદા વગર અમે ૯૦-૧૦૦ બેઠકો જીતી શકયા હોત. શિંદેએ કયારેય પૂછયું નથી કે અજિત પવારની એનસીપીને તેમની સરકારમાં શા માટે સામેલ કરવામાં આવી.

તાજેતરમાં જ જલગાંવ ગ્રામીણ બેઠક પરથી ૫૯,૦૦૦ થી વધુ મતોથી ચૂંટણી જીતેલા ગુલાબરાવ પાટીલે કહ્યું, શ્નઅમારા નેતા મોટા દિલના છે અને પરેશાન નથી. તેમણે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. તેઓ એક યોદ્ધા છે જેને નિરાશ ન કરી શકાય. સીએમના નામ પર ભાજપ જો નિર્ણય કરશે અને સહયોગી પક્ષોના નિર્ણયને શિંદે ટેકો આપશે.

મહારાષ્‍ટ્રમાં, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીનું મહાગઠબંધન કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસસીપી)થી બનેલા વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી સાથે ટક્કર હતી.

(3:21 PM IST)