<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

સરિતા અને સવિતાની વચ્‍ચે જે વહે છે એ કવિતા છેઃ મોરારીબાપુ

કૌશિક મહેતાના ત્રણ પુસ્‍તકોનું વિમોચન : કળષ્‍ણકાંત ઉનડકટ અને ડો. ઉર્વીશ વસાવડાની ઉપસ્‍થિતિ

રાજકોટ : રામકથાનું વિશ્વભરમાં ગાન ગાનારા સંત શ્રી મોરારીબાપુએ વરિષ્‍ઠ પત્રકાર કૌશિક મહેતાના ત્રણ પુસ્‍તકોની પ્રાણપ્રતિસ્‍થા કરતા જણાવ્‍યું હતું કે, સરિતા અને સવિતા વચ્‍ચે જે વહે છે એ કવિતા છે. કવિતા શું ના કરી શકે, એ માનવીના મેલ ધોઈ શકે છે. મનના પર્યાવરણને શુદ્ધ કરી શકે છે.  કવિતા ગુજરાતની કુળદેવી હોવી જોઈએ. આ પ્રસંગે પુસ્‍તકો વિષે સંદેશ સુરત આવળત્તિનાં તંત્રી અને જાણીતા લેખક કળષ્‍ણકાંત ઉનડકટ અને જાણીતા લેખક, કવિ ડૉ. ઉર્વીશ વસાવડાએ વાત કરી હતી.

કૌશિક મહેતા (મો.૯૪૨૭૨ ૧૪૨૦૩)ના ત્રણ પુસ્‍તકો વહાલી દીકરીને, પર્યાવરણનો પોડકાસ્‍ટ અને પીંછું થઇ ખરી જવું છેનું વિમોચન થયું હતું.

મોરારીબાપુએ જણાવ્‍યું હતું કે, કાવ્‍યનો શિરોમણી ગ્રંથ એટલે રામાયણ , એનો હું ગાયક છું. કૌશિકભાઈ સરસ્‍વતીનાં ઉપાસક છે. અને એમના શબ્‍દો ભીતરમાંથી પ્રગટે છે. સંચાલક યોગેશ ચોલેરાએ કૌશિકભાઈ અને કળષ્‍ણકાંતને ધર્મ મિત્ર ગણાવ્‍યા પણ કૌશિકભાઈ મારા માટે કલ્‍યાણમિત્ર છે. બાપુએ કહ્યું કે, ગાયને દોહવામાં આવે તો એના ત્રણ આંચળ દોહે અને એક એના વાછરડા માટે છોડી દે.  કૌશિકભાઈએ કહ્યું કે, ચાર પુસ્‍તકો આપવાના હતા. પણ એક પુસ્‍તક તૈયાર થવાની રહી ગયું , કૌશિકભાઈએ ત્રણ પુસ્‍તકો આપ્‍યા અને એક પોતે પી ગયા છે. આ ત્રણ આંચળરૂપી પુસ્‍તકોનું હું સ્‍વાગત કરું છું. તમારા લલાટે લખવાનું લખ્‍યું છે. તમે લખવા જ થાય, લકવા ના થાય. વધુ ને વધુ લખતા રહેજો.

કૌશિકભાઈનાં કાવ્‍યસંગ્રહનું નામ છે પીંછું થઇ ખરી જવું છે. પર્ણ સુકાઈ ખરે , ફૂલ કરમાઈ ખરી જાય છે. પણ પીંછું ત્‍યાગનું પ્રતિક છે. એમણે મોરપીંછનું દ્રષ્ટાંત આપ્‍યું હતું. એમણે પર્યાવરણ વિષે પુસ્‍તક આપ્‍યું , એમનાં મનનું પર્યાવરણ શુદ્ધ છે અને એ એમને બોધ આપે છે. વહાલી દીકરીને પુસ્‍તક થયું એ પત્રો પણ હું વાંચતો રહ્યો છે.

આ પ્રસંગે જાણીતા કવિ અને લેખક ડૉ. ઉર્વીશ વસાવડાએ કૌશિકભાઈનાં કાવ્‍ય સંગ્રહ વિષે વાત કરતા જણાવ્‍યું હતું કે, એમણે પોતે જ લખ્‍યું છે કે કાવ્‍યશાષા મુજબ આ રચના નથી. મારો ભાવ છે , ગમતાનો ગુલાલ છે. પણ એમના એમના મનની અભિવ્‍યક્‍તિ છે. એમની રચનાઓમાં પ્રેમ પણ છે , એ મુલે પત્રકાર છે એ સ્‍વભાવ પણ એમની કવિતાઓમાં આવી જાય છે. કેટલીક કવિતાઓ હિન્‍દીમાં છે પણ એમાં ગુજરાતીપણું આવી જાય છે. ઉર્વીશભાઈએ કૌશિકભાઈની કેટલીક પંક્‍તિઓ ટાંકી વિવેચના કરી હતી.

સંદેશની સુરતની આવળત્તિનાં તંત્રી અને જાણીતા લેખક કળષ્‍ણકાંત ઉનડકટે વહાલી દીકરી અને પર્યાવરણનો પોડકાસ્‍ટ એ બંને પુસ્‍તકો વિષે જણાવ્‍યું હતું કે, એ તંત્રી પદેથી નિવળત થયો પછી પણ નિવળત થયો નથી. અમે બંને લખવાનું લખાવીને આવ્‍યા છીએ. એ લખતો જ રહે છે. યુટયુબ ચેનલ પણ છે. એક જૈન મુનિનું દ્રષ્ટાંત આપી કળષ્‍ણકાંતે જણાવ્‍યું હતું કે, કૌશિકનું લખાણ ભીતરથી આવે છે. એ પર્યાવરણની ચિંતા કરે છે. આજે બહારનાં જ નહિ પણ અંદરના પર્યાવરણને પણ શુદ્ધ કરવાની જરૂર છે. એણે દીકરીને પત્ર લખ્‍યા છે, પુત્રને લખ્‍યા છે અને હવે પત્‍નીને લખે છે. મારું સૂચન છે કે, એ મિત્રને પત્ર લખે.

આ પ્રસંગે કૌશિક મહેતાએ પ્રતિભાવ આપતા જણાવ્‍યું હતું કે, મારા મોટાભાગના પુસ્‍તકો મોરારીબાપુનાં હસ્‍તે વિમોચિત  થયા છે એ મારે માટે બહુ મોટી વાત છે. આમ તો ચાર પુસ્‍તકો થવાના હતા પણ ચોથામાં અમે પહોચી ના શકયા, ત્રણ થયા, બાપુને પણ ત્રિપદી ગમે છે,  આ એક યોગ છે. અને રાજકોટમાં બાપુ માનસ સદભાવના કથા કરે છે અને મારા પર્યાવરણ વિશેના પુસ્‍તકનું વિમોચન થયું છે એ એક પ્રકારે કથાનું અનુસંધાન છે. વહાલી દીકરીને એ મારા હૃદયની સૌથી નજીક છે, અગાઉ લેટર ટુ ડોટર પુસ્‍તક થયું એ બહુ લોકપ્રિય થયું. ઘણા વર્ષો સુધી એ નામે ફૂલછાબમાં આ કટાર ચાલી હતી.

કેબુક્‍સ નામે પુસ્‍તકો પ્રગટ કરતા યોગેશ ચોલેરાએ અનોખી શૈલીમાં સંચાલન કર્યું હતું. એમણે બાપુને સાવ નોખી શૈલીમાં આશીર્વચન માટે નોતર્યા હતા. બાપુએ પણ એમના દ્વારા સંપાદિત જાતક કથાનો પ્રેમપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.

(3:21 PM IST)