તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
મહારાષ્ટ્રમાં ભાજપના નેતા નક્કી કરવા ઓબ્ઝર્વર તરીકે વિજયભાઈ રૂપાણી અને નિર્મલા સીતારમણની હાઈકમાન્ડે વરણી કરી

રાજકોટ, તા. ૨ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ બાદ ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. દરમિયાન ભાજપની ધારાસભ્યોની મળી રહેલી બેઠકમાં નેતા ચૂંટવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ભાજપ હાઈકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રી નિર્મલા સીતારમણની નિમણુંક કરી છે. મુંબઈ ખાતે ભાજપની સંસદીય દળની બેઠકમાં તેઓ ભાજપના તમામ ધારાસભ્યને મળશે અને મુખ્યમંત્રી માટે તેમનો અભિપ્રાય મેળવશે. આ પછી બહુમતી દ્વારા પસંદ કરાયેલ નામ બંને ઓબ્ઝર્વર હાઈકમાન્ડને સુપ્રત કરશે અને ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ ડિકલેર કરવામાં આવશે તેમ જાણવા મળે છે. પંજાબના પ્રભારી પછી વિજયભાઈને આ બીજી મોટી જવાબદારી ભાજપ હાઈકમાન્ડે સોંપી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
