તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
EVM હેક કરવાનો દાવો કરનારા સૈયદ શુજા ફસાયોઃ ચૂંટણીપંચે નોંધાવી ફરીયાદ

મુંબઇઃ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન-EVM વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને લોકોને ભડકાવવામાં વ્યસ્ત સૈયદ શુજા વિરુદ્ધ મુંબઈમાં વધુ એક FIR દાખલ કરવામાં આવી છે.EVM સાથે ચેડાં કરવાના ખોટા દાવા કરનારા, ખોટી માહિતી ફેલાવનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કાયદા મુજબ આ ગંભીર ગુનો છે.આ પહેલા પણ ચૂંટણી પંચે સૈયદ શુજા વિરુદ્ધ FIR નોંધી હતી, જે કથિત રીતે અન્ય કોઈ દેશમાં છુપાયેલો છે. આ બાબતને આગળ વધારવા માટે સંબંધિત અધિકારીઓને પત્રો પણ લખવામાં આવ્યા છે. તાજેતરમાં જ મુંબઈમાં તે જ વ્યક્તિ વિરુદ્ધ ફરી FIR નોંધવામાં આવી છે.
દિલ્હી અને મુંબઈ પોલીસ આ બાબતની સક્રિયતાથી તપાસ કરી રહી છે અને ભારતમાં રહીને આવી વ્યક્તિઓના સંપર્કમાં હોય અથવા આ દૂષિત પ્રવળત્તિઓમાં સામેલ હોય તેવા કોઈપણ વ્યક્તિઓને ઓળખવા અને ધરપકડ કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે આવી ગતિવિધિઓ ગંભીર ગુના છે અને તેમાં સંડોવાયેલા કોઈપણને બક્ષવામાં આવશે નહીં.EC એ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને ધ્યાનમાં લઈને આ FIR નોંધી છે. આ વાયરલ વીડિયોમાં સૈયદ શુજા આજતકના બે અન્ડરકવર પત્રકારો સાથે વાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રના કેટલાક રાજકીય નેતાઓ સહિત ઘણા લોકોએ આ વીડિયો શેર કરીન EVMને કામગીરી પર શંકા વ્યક્ત કરી છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
