<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ફિલ્‍મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઈકોર્ટથી મળી મોટી રાહત

સજા મોકૂફી અંગે વચગાળાનો હુકમ સાથે વોરંટ પર આપ્‍યો સ્‍ટે : ચેક બાઉન્‍સ થવાના બે કેસમાં હાઇકોર્ટનો મોટો નિર્ણય ફેબ્રુઆરી ૨૦૧૬માં ફરિયાદી અનિલ જેઠાણીએ રાજકુમાર સંતોષ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી

મુંબઇ, તા.૨: બોલિવૂડ ફિલ્‍મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટથી મોટી રાહત મળી છે. ચેક બાઉન્‍સ થવાનાં બે કેસમાં હાઈકોર્ટે સજા મોકૂફી અંગે વચગાળાના હુકમ સાથે વોરંટ પર સ્‍ટે લગાવ્‍યો છે. હાઇકોર્ટમાં ૧૬.૫૦ લાખ રુપિયા જમા કરવાની શરતે કોર્ટે આ રાહત આપી હોવાની માહિતી છે. અગાઉ રાજકોટ સેશન્‍સ કોર્ટે અરજી ફગાવી વોરંટ જારી કરવા હુકમ કર્યો હતો.

HC માં રૂ.૧૬.૫૦ લાખ જમા કરવાની શરતે મળી રાહત

બોલિવુડનાં જાણીતા ડાયરેક્‍ટર રાજકુમાર સંતોષીને ચેક બાઉન્‍સનાં બે કેસમાં મોટી રાહત મળી છે. ચેક બાઉન્‍સનાં કેસમાં અગાઉ ડાયરેક્‍ટર રાજકુમાર સંતોષીને નીચલી કોર્ટે ૧-૧ વર્ષની સજા અને ચેકની રકમ જેટલું વળતર ચૂકવા માટે હુકમ કર્યો હતો. આ આદેશ સામે ડાયરેક્‍ટરે સેશન્‍સ કોર્ટમાં અપીલ કરી હતી, જે અપીલ સેસન્‍સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસ હાઈકોર્ટમાં પહોંચતા હવે ડાયરેક્‍ટર રાજકુમાર સંતોષીને રાહત મળી છે. કોર્ટે સજા મોકૂફી અંગે વચગાળાનો હુકમ કરવાની સાથે વોરંટ પર પણ સ્‍ટે લગાવ્‍યો છે. માહિતી અનુસાર, સેશન્‍સ કોર્ટમાં જમાં કરાવેલ રકમ ઉપરાંત હાઇકોર્ટમાં ૧૬.૫ લાખ રૂપિયા જમા કરવાની શરતે કોર્ટે આ રાહત આપી છે. આ કેસની આગામી સુનાવણી ૧૩ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

કેસની વાત કરીએ તો ફેબ્રુઆરી ૨૦૧૬ માં ફરિયાદી અનિલ જેઠાણીએ રાજકુમાર સંતોષ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્‍યો હતો કે ડાયરેક્‍ટર રાજકુમાર સંતોષીએ અનિલ ધનરાજભાઇ જેઠાણી પાસેથી મસમોટી રકમ ઊછીની લીધી હતી.

 જે રકમ પરત કરતા સમયે આપેલો ચેક રિટર્ન થયો હતો. ફરિયાદીએ નેગોસિએબલ ઇન્‍સ્‍ટ્રૂમેન્‍ટ એક્‍ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ કરી હતી. જણાવી દઈએ કે, રાજકુમાર સંતોષીએ ઘાયલ ઘાતક દામિની અંદાજ અપના અપના જેવી ફિલ્‍મોનું ડાયરેક્‍શન કર્યું હતું.

(4:02 PM IST)