તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
સંસદમાં યોજાશે સ્પેશિયલ સ્ક્રીનિંગ : પીએમ મોદી આજે ‘ધ સાબરમતી રીપોર્ટ' ફિલ્મ નિહાળશે

નવી દિલ્હી, તા.૨: વડાપ્રધાન મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે સાંજે સંસદભવનના બાલ યોગી ઓડિટોરિયમમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળશે. આ પ્રસંગે તેમની સાથે અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ આવશે. આ ફિલ્મ ૨૦૦૨ની ગોધરા ઘટના પર આધારિત છે. ત્યારે ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટનામાં ૬૦થી વધુ કાર સેવકોના દાઝી જવાથી મોત થયા હતા. આ પછી રાજ્યમાં ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ ઘટનાઓએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું.
સાબરમતી રિપોર્ટ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવ્યો છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસીએ પત્રકારની ભૂમિકા ભજવી છે. જો કે વિક્રાંતના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. વિક્રાંતે સોમવારે સવારે એક પોસ્ટમાં કહ્યું કે તે હવે એક્ટિંગમાંથી નિવળત્તિ લઈ રહ્યો છે. પીએમ મોદી તેમના સાથીદારો સાથે આ ફિલ્મ નિહાળશે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
