<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

લગભગ ૧૪ લાખ વય વંદના આયુષ્‍માન કાર્ડ બનાવાયા કેન્‍દ્ર : ૭૦ વર્ષથી વધુ વયના સિનીયર સીટીઝનોને અપાય છે આ કાર્ડ

યોજના હેઠળ ૧૩૧૭૩ ખાનગી સહિત ર૯૮૭૦ હોસ્‍પીટલોને કરાઇ છે લીસ્‍ટેડ

નવીદિલ્‍હીઃ કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજય પ્રધાન પ્રતાપરાવ જાધવે શુક્રવારે લોકસભામાં એક લેખિત જણાવ્‍યું હતુ કે વિસ્‍તૃત આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના(એબી-પીએમજેએવાય)હેઠળ ૭૦ વર્ષ અને તેનાથી વધારે વયના સીનીયર સીટીઝનો માટે અંદાજે ૧૪ લાખ આયુષમાન વયવંદના કાર્ડ બનાવવામાં આવ્‍યા છે. જેથી તેમનો આર્થિક સામાજીક સ્‍થિતીને ધ્‍યાનમાં લીધા વિના તેમને મફત સારવારના લાભો મળી શકે.

આ યોજનામાં જે સારવારોનો સમાવેશ કરવાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી તેના અનુસાર, સામાન્‍ય દવાઓ, જનરલ સર્જરી, ઓર્થોપેડીકસ, કાર્ડીયોલોજી, ઓન્‍કોલોજી સહિત ર૭ તબીબી વિશેષતાઓમાં ૧૯૬૧ પ્રક્‍યિાઓ સબંધીત કેશલેસ હેલ્‍થકે સેવાઓનો સમાવેશ થાય છે જેનો વિવિધ વય જૂથો દ્વારા લાભ લઇ શકાય છે.

આમાં હેમોડાયાલીસીસ/પેરિટોનીયલ ડાયાલીસીસ, એકયુટ ઇસ્‍કેમિક સ્‍ટ્રોક, એકસીલેરેટેડ હાયપર ટેન્‍શન, ટોટલ હીપ રીપ્‍લેસમેન્‍ટ, ટોટલ ની રીપ્‍લેસમેન્‍ટ, પીટીસીએ, ડાયગ્નોસ્‍ટીક એન્‍જીયોપ્રોગ્રામ સહિતની સારવાર સેવાઓ સીંગલ ચેંબર પરમેનન્‍ટ પેસ મેકર ઇમ્‍પ્‍લાટેશન, ડબલ પેસમેકર ઇમ્‍પ્‍લાટેશન જેવી સેવાઓ પણ ઉપલબ્‍ધ છે.

આરોગ્‍ય મંત્રાલયે વધુમાં કહયું હતુ કે ૩૧ ઓકટોબર ર૦ર૪ સુધીમાં આ યોજના હેઠળ ર૯૮૭૦ હોસ્‍પીટલોને લીસ્‍ટેડ કરવામાં આવી છે જેમાંથી ૧૩૧૭૩ ખાનગી હોસ્‍પીટલો છે.

(4:34 PM IST)