તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
૪૦ પ્રવાસન સ્થળોને અપાઇ મંજુરી
દેશના ઓછા જાણીતા સ્થળોને પ્રોત્સાહન આપવા :ર૩ રાજયોના ૪૦ સ્થળોને વિકસાવવા ખર્ચાશે ૩ર૯પ કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ દેશના ર૩ રાજયોમાં આવેલા ઓછા જાણીતા સ્થળોને આઇકોનીક સાઇટસમાં વિકસાવવા અને દેશભરમાં પ્રવાસીઓના વધુ સંતુલિત વિતરણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર તરફથી રૂપીયા ૩ર૯પ કરોડ મંજુર કરાયા છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર ખર્ચ વિભાગના આદેશ પ્રમાણે પ્રવાસન મંત્રાલયે અપ્રતિષ્ઠીત પ્રવાસી કેન્દ્રોના વિકાસ માટે રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશોને મૂડી રોકાણ માટે વિશેષ સહાય માટે કાર્યકારી માર્ગદર્શિકા જાહેર કરી હતી.
પ્રવાસન મંત્રાલયે રાજય સરકારોને પરિપત્ર મોકલીને, જે કુદરતી રીતે પ્રતિકાત્મક છે અને પ્રભાવશાળી સ્થળ બની શકે છે તેવા સ્થળોની પ્રોજેકટ દરખાસ્ત તૈયાર કરીને મંત્રાલયને મોકલવા વિનંતી કરી હતી.
પ્રવાસન મંત્રાલયના એક સીનીયર અધિકારીના જણાવ્યા અનુસાર ૧પ ઓકટોબર ર૦ર૪ સુધીમાં ૮૦૦૦ કરોડ રૂપીયાથી વધુની કિંમતની કુલ ૮૭ પ્રોજેકટ દરખાસ્તો પ્રાપ્ત થઇ હતી.
ત્યારબાદ પ્રવાસન મંત્રાલયે માર્ગદર્શિકા અનુસાર તેમજ પ્રક્રિયા અથવા માપદંડ મુજબ ર૩ રાજયોમાં ૪૦ પ્રોજેકટસ માટે ૩ર૯પ કરોડ ખર્ચ વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
પસંદ કરાયેલ સ્થળોમાં રંગધર, શિવસાગર(આસામ), મત્સ્યગંધા તળાવ, સહરસા(બિહાર) સૂચિત ટાઉન સ્કવેર, પોર્વોરીમ(ગોવા) તથા ઓરછા (મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
