<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

વડાપ્રધાન મોદીએ NDAના સાંસદો સાથે નિહાળી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ :સ્ટારકાસ્ટને આપ્યા અભિનંદન

સિનેમાઘરોમા રિલિઝ થયેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ની દર્શકોની સાથે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રશંસા કરી: વડાપ્રધાને NDAના સાથી દળોના સાંસદો સાંસદે આ ફિલ્મ નિહાળી

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ NDAના સાથી દળોના સાંસદો સાંસદો સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોઈ. વડાપ્રધાન મોદી આ અગાઉ પણ તેમના એક્સ હેન્ડલ પર આ ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. જેમા તેમણે કહ્યુ હતુ કે ફેક નેરેટિવ લાંબુ નથી ચાલતુ, એક સમયે તો સત્ય બહાર આવી જ જાય છે. સંસદ ભવનની લાઈબ્રેરીમાં આ ફિલ્મનું આજે સ્પેશ્યિલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યુ હતુ. જેમા પીએમ મોદી અને NDAના તમામ સહયોગી દળોના સાંસદોએ ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ સાથે આ ફિલ્મ નિહાળી હતી.

   ફિલ્મ જોયા બાદ પીએમ મોદીએ ફિલ્મના નિર્માતાઓને બિરદાવ્યા અને ફિલ્મ માટે અભિનંદન પણ પાઠવ્યા. આજની આ સ્પેશ્યિલ સ્ક્રિનિંગ સમયે ફિલ્મની ટીમ, પ્રોડ્યુસર એક્તા કપૂર, ડાયરેક્ટર ધીરજ સરના, એક્ટર વિક્રાંત મૈસી, રિદ્ધિ ડોગરા, રાશી ખન્ના સહિતના ઉપસ્થિત હતા. એક્તા કપૂરના પિતા અને સિનિયર એક્ટર જીતેન્દ્ર પણ આ સ્પેશ્યિલ સ્ક્રિંનિંગમાં સામેલ થયા હતા.

  આ સ્પેશ્યિલ સ્ક્રિનિંગ બાદ એક્ટર વિક્રાંત મેસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે પીએમ મોદી સાથે ફિલ્મ જોવાનો અવસર મળવો એ તેની જિંદગીઓનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે. તેમણે કહ્યુ કે તે તેની ખુશીને આજે શબ્દોમાં વ્યક્ત કરી નથી શક્તા. પીએમ મોદી અને કેબિનેટના સદસ્યો સાથે ફિલ્મ જોયા બાદ વિક્રાંત મેસીના ચહેરાની ખુશી કંઈક અલગ જ હતી. જો કે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રિટાયરમેન્ટ પર પૂછાયેલા સવાલોને ઈગ્નોર કર્યા.

  વિક્રાંત મેસી આજે સમગ્ર દિવસ દરમિયાન સમાચારોની હેડલાઈનમાં છવાયેલા રહ્યા. તેનુ કારણ છે તેમણે કરેલુ રિટાયરમેન્ટનું એલાન. 37 વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખ્યુ કે તેમની ઘર વાપસીને સમય આવી ગયો છે. સાથે જ તેમણે લખ્યુ કે 2025માં આવનારી તેમની બે ફિલ્મો તેમની અંતિમ ફિલ્મો હશે.


 

(9:12 PM IST)