News of Monday, 2nd December 2024
બેંકોને નિષ્ક્રિય - ઓપરેટ થતા ન હોય તેવા ખાતા અથવા ફ્રોઝન ખાતાઓની સંખ્યા તાત્કાલિક ઘટાડવા રિઝર્વ બેંકનો આદેશ: લોકોના રૂ.૧ ટ્રિલિયનથી વધુ નાણાં નિષ્ક્રિય ખાતાઓમાં અટવાયેલા પડ્યા છે

આરબીઆઈએ દેશભરની બેંકોને નિષ્ક્રિય - ઓપરેટ થતા ન હોય તેવા ખાતા અથવા ફ્રોઝન ખાતાઓની સંખ્યા તાત્કાલિક ઘટાડવા માટે કહયુ છે.
આજે સોમવારે તમામ બેંકોના વડાઓને રિઝર્વ બેંકે એક પરિપત્ર દ્વારા બેંકોને ઇન ઓપરેટિવ/ફ્રોઝન બેંક ખાતાઓની સંખ્યા ઘટાડવા અને મોબાઇલ/ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા "કેવાયસી" ના સીમલેસ અપડેટને સક્ષમ કરવા સહિત આવા ખાતાઓના સક્રિયકરણની પ્રક્રિયાને સરળ અને મુશ્કેલીરહિત બનાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે.
આવા ઇનઓપરેટિવ અને ફ્રોઝન બેંક ખાતાઓમાં એક ટ્રિલિયન રૂપિયા સલવાયેલા પડ્યા છે..
સરકારી આંકડાઓ અનુસાર, ૨૦૨૩ના અંત સુધીમાં, લોકોના રૂ.૧ ટ્રિલિયનથી વધુ નાણાં નિષ્ક્રિય ખાતાઓમાં અટવાયેલા પડ્યા છે જેમાંથી રૂ. ૪૨૨૭૦ કરોડ દાવા વગરની થાપણોના સ્વરૂપમાં (અનેકલેમ્ડ ડિપોઝિટ સ્વરૂપમાં) બેંકો મ પડ્યા છે .
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
