<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

દુનિયાનું સૌથી જૂનું અને સુંદર યુદ્ધજહાજ ભારત પહોંચ્યું

આ જહાજને જોવા માટે મુંબઈમાં હજારોની ભીડ ઉમટી પડી

મુંબઈ: ઇટાલીની નૌકાદળનું ૯૩ વર્ષ જૂનું સેલ ટ્રેનીંગ શિપ (એસટીએસ) અમેરિગી વેસ્પુચી ભારતના મુંબઈ ખાતે ઇન્દિરા ડોક પર પહોંચ્યું હતું. દુનિયામાં સૌથી સુંદર મનાતું આ જહાજ તા.૧  જુલાઈ-૨૦૨૩ ના રોજ ૨૫૦ ક્રૂ સાથે પોતાના બીજા વિશ્વ ભ્રમણ માટે લા સ્પેજિયાથી રવાના થયું હતું. આ સૌથી જૂનું સક્રિય યુદ્ધજહાજ પણ છે. સુંદરતાને કારણે આ જહાજને સમંદરની રાણી પણ કહેવાય છે. આ જહાજને જોવા માટે મુંબઈમાં હજારોની ભીડ ઉમટી પડી હતી. આ જહાજ ૩૨ દેશો અને પાંચ મહાદ્વીપોનુ ભ્રમણ કરશે.


 

(10:46 PM IST)