News of Tuesday, 3rd December 2024
મહારાષ્ટ્રમાં પાવર શેરીંગની ફોર્મ્યુલાનો ખુલાસો : ભાજપ રાખશે ૨૨ મંત્રાલય
૫ ડિસેમ્બરે મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી શપથ લેશે :જાણો શું હશે શિંદે અને અજિત પવારનો હિસ્સો ?નવી સરકારમાં ગળહ મંત્રાલય ભાજપ પાસે રહેશે : બીજેપીને મહારાષ્ટ્ર સ્પીકર પદ મળી શકે છે. બાકીના વિભાગો વિશે પછીથી ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૩: મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને મોટા સમાચાર છે. ૫ ડિસેમ્બરે મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. દરમિયાન સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારમાં ભાજપ પાસે ૨૧ થી ૨૨ મંત્રાલયો હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગળહ મંત્રાલય ભાજપ પાસે જ રહેશે. બીજેપીને મહારાષ્ટ્ર સ્પીકર પદ મળી શકે છે. બાકીના વિભાગો વિશે પછીથી ચર્ચા કરવામાં આવશે.
આ સાથે રાજ્યની નવી સરકારમાં એકનાથ શિંદેની શિવસેના પાસે ૧૧ થી ૧૨ મંત્રીઓ હશે જ્યારે અજિત પવારની NCP પાસે સરકારમાં ૧૦ મંત્રી હશે. જોકે, એકનાથ શિંદેએ કેબિનેટમાં ૧૬ મંત્રાલયોની માંગણી કરી છે.
સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ ૫ ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે.
કયું મંત્રાલય કોને મળી શકે?સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં બીજેપી ગળહ અને રેવન્યુ જેવી પોસ્ટ રહી શકે છે. આ સાથે જ વિધાન પરિષદના અધ્યક્ષ અને અધ્યક્ષ પદ પણ પાર્ટીના ખાતામાં જઈ શકે છે. એનસીપીને નાણાં મળી શકે છે જ્યારે શિંદેની શિવસેનાને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે. આ સિવાય અન્ય મંત્રાલયો પર પછીથી ચર્ચા કરવામાં આવશે.આ પહેલા મહાયુતિના ત્રણ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર મુંબઈમાં બેઠક કરશે અને નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ફોર્મ્યુલા પર સહમત થશે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
