News of Tuesday, 3rd December 2024
બેંક કર્મચારીઓ માટે ટ્રાન્સફર પોલિસી સુધારી FY26માં અમલ કરવા આદેશ
જાહેર ક્ષેત્રની બેંકો ઓનલાઇન પોર્ટલ ડેવલપ કરે : DFS- ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ :કર્મચારીઓને સ્થળ પસંદગી માટેનો વિકલ્પ પણ આપો : દર જૂન માસમાં ટ્રાન્સફરની કવાયત બેંકોએ પુરી કરવી

મુંબઇ, તા.૩: સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક સહિતની જાહેર ક્ષેત્રોની બેંકોના મેનેજમેન્ટને કેન્દ્રના નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ(DFS) દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, બેંક કર્મચારીઓ માટેની ટ્રાન્સકર પોલીસીમાં આમૂલ પરિવર્તન કરી તેનો અમલ આગામી વર્ષથી કરવો. આ ઉપરાંત મેનેજમેન્ટ હારા વ્હાલા દવલાની નીતિનો અમલ ન થાય તે માટે ઓટોમેટેડ ટ્રાન્સકર પ્રોસેસ માટે ઓનલાઈન પોર્ટલ પણ તેયાર કરવા માટે જણાવાયું છે. ૨૦૧૯ પહેલાં દેશમાં ૨૭ જાહેર ૫ ક્ષેત્રની બેંકો હતી. જેમાંથી ૧૩ બેંકોના મર્જર કરાયા બાદ જ્રહેર ક્ષેત્રની ૧ર બેંકોમાં ૭,૫૬,૬૪૪ કર્મચારીઓ ફરજ બજાવે છે. જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોમાં ૮૪૬૫૩૦ કર્મચારીઓ ફરજ બજાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૪માં જાહેર ક્ષેત્રની બેંકોમાં ૮૪૪૨૮૧૩ કર્મચારીઓ ફરજ બજાવતા હતા જ્યારે ખાનગી બેંકોના કર્મચારીઓની સંખ્યા ૩૦૩૮૫૬ હતી.
બેંક ઓફ્રિસરોની બદલી અખિલ ભારતીય ધોરણે થતી હોય છે. જે દર ત્રણ વર્ષે થતી હોય છે.જોકે એક ઓફિસરને જુદાજુદા રાજ્યમાં ૩ વર્ષ કરજ બજાવ્યા બાદ તેના વતનના રાજયમાં પરત મુકવામાં આવતા હોય છે. (વતનના શહેરમાં મુકવા તે જરૂરી હોતું નથી.) બેંકોના, કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ટ્રાન્સફર પોલિસીનો ભંગ કરી બદલી કરાતી હોવાની ફરિયાદો વધતાં આદેશ અપાયો છે. સ્કેલ -૩ સુધીના અધિકારીઓને માતળભાષાના રિજીયનમાં મુકી શકાય. કેટલીક જગ્યાઓને ડિફીકલ્ટ ઝોન જાહેર કરવી જોઇએ.
જો કર્મચારીઓને બદલીના સ્થળની પસંદગી માટે વિકલ્પ અપાશે તો કાર્યક્ષમતામાં વધારો થશે.
ચાર પ્રકારની બેંકો હોય છે
જ્જ કોર્મશિયલ બેંકો- જેમાં જાહેરક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો અને રિજિયોનલ રૂરલ બેંકોનો સમાવેશ થાય છે.
જ્જ પેમેન્ટ બેંક
જ્જ સ્મોલ ફાયનાન્સ બેંક
જ્જ સહકારી બેંક : અર્બન કો.ઓ. બેંક અને રૂરલ કો.ઓ.બેંક
ડીએફએસ દ્વારા
બેંકોને શું જણાવાયું છે ?
ડીએફએસ દ્વારા બેંકોના એમ. ડી.ઓને જણાવાયું છે કે, તેમની બેંકના બોર્ડમાંથી મંજુરી મેળવીને નાણાંકીય વર્ષ ૨૦ર૩-૨૬માં સુધારેલી ટ્રાન્સફર પોલિસી બનાવવી સમાન નીતિ રાખવી. ટ્રાન્સફર પોલિસીના ભંગ અંગેની ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવો. બેંકોએ ટ્રાન્સફર પોલિસી વધુ પારદર્શી બનાવવી. કર્મચારીને પણ એવી લાગણી થવી જોઇએ કે, ટ્રાન્સફર પ્રકિયા ઓટોમેશનના મોડ પર થાય છે. કર્મચારીઓને પસંદગીનો વિકલ્પ પણ આપવો જોઇએ.
ટ્રાન્સફર પોલીસી અંગે સમજતા હોવા છતા ફરીયાદો વધી
જાહેર ક્ષેત્રની બેંકોમાં મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચે ટ્રાન્સફર પોલિસી અંગે સમજતી થઇ હોવા છતા તેના ભંગના કિસ્સાઓ વધી રહયા છે. એક પૂર્વ બેંક કર્મચારી નેતાએ જણાવ્યું હતું કે, એસોસિએશન અને યુનિયનની નેતાગિરી નબળી પડી છે. તેનો લાભ ઉચ્ચ અધિકારીઓ લઇ રહ્યા છે. ઉચ્ચ અધિકારી ઇન્સેન્ટીવવાળા જ કામ જે કર્મચારીઓ અને અધિકારીઓ કરતાં હોય તેમને સાચવે છે. જ્યારે ટાર્ગેટ સિધ્ધ ન થાય તો કર્મચારી અને અધિકારીની બદલી કરી નાંખે છે
બેંકોમાં જનરલ ટ્રાન્સફર માટેની ગાઇડલઇન કેવી હોય છે ?
બિઝનેસની જરૂર - વહીવટી જરૂરીયાત, કર્મચારીની વિનંતીથી
૪ મહિલા કર્મીઓના લગ્ન થતા વિનંતીથી તેમના પતિ રહેતા હોય ત્યા બદલી થાય છે.
મોટાભાગે ટ્રાન્સફર પોલિસી તમામ માટે સમાન હોય છે.
અપવાદરૂપ કિસ્સામાં : વ્યક્તિગત સજોગોમા, આરોગ્યના મુદ્દા પણ ટ્રાન્સફર પ્રકિયામાં નોંધવામા આવે છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
