<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

દિલ્હીમાં એટલું ભયંકર પ્રદૂષણ છે કે અહીં રહેવાનું મન થતું નથી, વારંવાર ઇન્ફેક્શન લાગી જાય છે: નીતિન ગડકરી

ભારતની સૌથી મોટી સમસ્યા ગરીબી, ભૂખમરો અને બેરોજગારી છે: આવનારા સમયમાં, સરકારે આર્થિક તેમજ સામાજિક સમાનતા હાંસલ કરવી જ પડશે: ગડકરીજી

નવી દિલ્હીઃ દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરથી નારાજ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ, (જેઓ નાગપુરના સાંસદ છે) મંગળવારે કબૂલાત કરી હતી કે તેઓ રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લેવાનું મન કરતા નથી કારણ કે તેઓને અહીં તરત ઇન્ફેક્શન લાગી જાય છે..

અહીં એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે દિલ્હી શહેર એવું છે કે "મને અહીં રહેવું પસંદ નથી. "હર બાર દિલ્હી મેં આતા હુઆ, ઐસા લગતા હૈ કી (દિલ્હી) જાના ચાહિયે કી નહીં. ઇતના ભયંકર પ્રદૂષણ હૈ..'  (દર વખતે, દિલ્હી આવતી વખતે, હું વિચારું છું કે મારે જવું જોઈએ કે નહીં ? કારણ કે પ્રદૂષણનું સ્તર ખૂબ વધારે છે.)

ગડકરીએ સૂચવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ અશ્મિભૂત ઇંધણના વપરાશમાં ઘટાડો કરવાનો છે.

 દિલ્હીના રહેવાસીઓ માટે મંગળવારે હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો હતો અને સતત ત્રીજા દિવસે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એર ક્વોલીટી ઇન્ડેક્સ - એક્યુઆઈ) ૨૭૪ પર હતો.

નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બરની શરૂઆત દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવામાં પ્રમાણમાં સરળ રહી છે, જ્યારે નવેમ્બર મહિનાના લગભગ દિવસોમાં હવામાં પ્રદૂષણનું ઝેર ભરપૂર જોવા મળેલ.

ગડકરીએ નોંધ્યું હતું કે ભારત ૨૨ લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાત કરે છે, જે અર્થતંત્ર, પર્યાવરણ અને ઇકોલોજીના દૃષ્ટિકોણથી પડકારરૂપ છે.

આપણે વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહિત કરીને અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડી શકીએ છીએ. ગડકરી, જેઓ તેમના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે, તેમણે વધુમાં કહ્યું કે ભારતની સૌથી મોટી સમસ્યા ગરીબી, ભૂખમરો અને બેરોજગારી છે, તેથી આવનારા સમયમાં, સરકારે  આર્થિક તેમજ સામાજિક સમાનતા હાંસલ કરવી જ પડશે.

(10:13 PM IST)