News of Tuesday, 3rd December 2024
સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર વિજય શંકરનું કેન્સર ની લાંબી માંદગી બાદ આજે અવસાન થયું: દેહદાન કરાયું

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના ભૂતપૂર્વ ડિરેક્ટર વિજય શંકરનું મંગળવારે અવસાન થયું. ભારતીય પોલીસ સેવાના નિવૃત્ત અધિકારી શ્રી શંકર (ઉ. ૭૬) લાંબા સમયથી બીમાર હતા. સ્ટેજ ફોરના સ્વાદુપિંડના કેન્સર સાથેની લાંબી લડાઈ તેઓ આજે હારી ગયા હતા.
શ્રી શંકરના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે કહ્યું કે તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)ને દાન કરવામાં આવેલ છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
