તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 4th December 2024
મોડલિંગ છોડીને બની ચાવાળી ! ૨૮ વર્ષની સુંદર છોકરીની દુકાન પર હંમેશા રહે છે ભીડ
હાવડાની પિયાલી ઘોષાલે પોતાની ચાની દુકાન ‘ધ અમો ચા' થી સમાજની પરવા કર્યા વિના એક નવી ઓળખ ઊભી કરી : ઓછી કિંમતે ચા વેચવી એ પિયાલીના સંઘર્ષ અને મજબુત ઈરાદાને સાબિત કરે છે

હાવડા, તા.૪: હાવડાના અંકરહાટીમાં પિયાલી દીની ચાની દુકાન ધ અમો ટી એન્ડ મોર ફ્રોમ ઘોશાલ કિચન એ થોડા દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. સાંજે પિયાલી દીની દુકાન પર લોકોની ભીડ જોવા મળે છે. એક યુવતી, જે ચા વેચવાનું કામ કરે છે. હાવડાની પિયાલી ઘોષાલે આ પગલું કેમ ભર્યું તે જાણવા માટે લોકો ઉત્સુક છે. સાથે જ ચા વેચવાના આ કામમાં પિયાલીને અનેક પ્રકારના ટોણા પણ સાંભળવા મળે છે.
હાવડાના આસુતોષ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થી પિયાલી ઘોષાલે ચાને તેના નાના બજેટના વ્યવસાયનો એક ભાગ બનાવ્યો છે. તેણે તેની દુકાનનું નામ ધ અમો ટીરાખ્યું, જેનો રશિયનમાં અર્થ થાય છે ‘‘મને ચા ગમે છે'.
તેણે ચાના ભાવ ખૂબ ઓછા રાખ્યા છે. એલચીની ચા માત્ર ૭ રૂપિયાથી શરૂ થાય છે. બાદમાં તેણે ઁવાયરલ ચાય દીદીઁના રૂપમાં તેના મેનૂમાં અન્ય વાનગીઓ પણ ઉમેરી છે.
૨૦૧૫માં ગ્રેજ્યુએટ થયા પછી, પિયાલીએ શાળામાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે મોડેલિંગ પણ ચાલુ રાખ્યું. થોડા વર્ષો પછી સમજાયું કે આ બંને કાર્યો મેળ ખાતા નથી. ત્યારબાદ ૨૦૧૮માં તેણે એવિએશન મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને એરલાઈન્સ કંપનીઓમાં નોકરી માટે અરજી કરી.
તેને ૨૦૨૦માં કતાર એરવેઝ દ્વારા પસંદ કરવામાં આવી હતી. પરંતુ લોકડાઉનને કારણે તેનું જોડાવાનું સપનું તૂટી ગયું હતું. આ પછી પિયાલી માટે મુશ્કેલ સમય આવ્યો, જ્યારે તેના પિતાનું અવસાન થયું. આ મુશ્કેલ સમયમાં પરિવારનું ધ્યાન રાખવા માટે તેણે ચાની દુકાન શરૂ કરી.
પિયાલી સમજાવે છે કે તેણીએ તેના અગાઉના વ્યવસાયો કેમ છોડી દીધા. તે એક મધ્યમવર્ગીય પરિવારમાંથી છે, આ સમાજે છોકરી માટે ચાની દુકાન ખોલવી યોગ્ય માન્યું ન હતું. આમ છતાં પિયાલીએ સમાજની પરવા કર્યા વિના પોતાની ઈચ્છાશક્તિથી હાવડામાં ચાની દુકાન ખોલવાનું નક્કી કર્યું.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
