તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
પત્નિ કોઈ અન્ય સાથે કારમાં જઈ રહી હતી : પતિએ તેની પાછળ જઈને કારને આગ લગાડી
આ ઘટનામાં પત્નિનું મોત થયું છે : જ્યારે તેના મિત્રની હાલત ગંભીર : સારવાર માટે હોસ્પિટલમાં

તિરુવનંતપુરમ, તા.૪: દક્ષિણના રાજ્ય કેરળમાં જ્યારે પત્ની કોઈ અન્ય સાથે કારમાં જઈ રહી હતી ત્યારે પતિ તેની પાછળ ગયો. જ્યારે પતિને ખબર પડી કે કારમાં તેનો એક મિત્ર છે, તો તેણે ગુસ્સામાં આવીને કારને આગ લગાવી દીધી. આ ઘટનામાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પત્નીનો મિત્ર ખરાબ રીતે દાઝી ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે ૪૪ વર્ષીય મહિલા મંગળવારે મોડી સાંજે દક્ષિણ કેરળના કોલ્લમ શહેરમાં તેના મિત્ર સાથે કારમાં જઈ રહી હતી. કારમાં આગ લાગતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે મુસાફરી કરી રહેલી વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, પદ્મરાજન તરીકે ઓળખાતા વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની કારને અન્ય વાહનમાં અનુસરી હતી અને તેને કોલ્લમ સિટી ઈસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેમ્મામુક્કુ ખાતે રાત્રે લગભગ ૯ વાગ્યે રોકી હતી. તેણે કથિત રીતે કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. જ્વાળાઓમાં ઘેરાયેલી અનિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે મળત્યુ પામી હતી.
પોલીસે જણાવ્યું કે મહિલા સાથે કારમાં મુસાફરી કરી રહેલા પુરુષને દાઝી ગયેલી ઈજાઓ થઈ હતી અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પદ્મરાજન, જેની ઉંમર લગભગ ૫૦ વર્ષ છે, તેને કોલ્લમ પૂર્વ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. તેણે આ દુષ્કર્મ શા માટે કર્યું તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
