તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
તેલંગાણામાં ૫.૩ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ : હૈદરાબાદ સુધી અસર દેખાઈ : લોકો ફફડી ઊઠયા

હૈદ્રાબાદ, તા.૪: આજે સવારે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૩ નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી હદે ડરી ગયા હતા કે ઘણા લોકોને ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડવાની ફરજ પડી હતી.
જોકે આ ભૂકંપના ઝટકાથી કેટલું નુકસાન થયું છે તેને લઈને હજી કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. માહિતી અનુસાર ભૂકંપના આંચકા બુધવારે સવારે લગભગ ૭:૨૭ વાગ્યાની આજુબાજુ આવ્યા હતા. જેની અસર ૨૦૦ કિ.મી. દૂર હૈદરાબાદ સુધી જોવા મળી હતી
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
