<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

મોર્નિંગ વોકથી પાછો ફર્યો દીકરો સ્તબ્ધ :દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડર; માતા-પિતા અને બહેનની કરપીણ હત્યા

એક જ પરિવારના ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા:દંપતી અને તેમની પુત્રીના મૃતદેહ ઘરમાં મળ્યા : દીકરો મોર્નીગ વોક કરીને પાછો આવ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ:આજે મૃતક યુગલની લગ્નની વર્ષગાંઠ હતી

નવી દિલ્હી :રાષ્ટ્રીય રાજધાનીના નેબ સરાઈ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ દંપતી અને તેમની પુત્રીની ઘરમાં ઘુસીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં રાજેશ ઉમર 55, તેની પત્ની કોમલ ઉમર 47 અને પુત્રી કવિતા 23 વર્ષનો સમાવેશ થાય છે.

    મોર્નિંગ વોક કરીને પુત્ર ઘરે પરત ફર્યો ત્યારે ત્રણેયના મૃતદેહ ઘરમાં પડેલા જોવા મળ્યા હતા. જેના કારણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે બેભાન થઈ ગયો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પુત્રની પૂછપરછ શરૂ કરી હતી 

   પુત્ર સવારે પાંચ વાગે મોર્નિંગ વોક માટે ગયો હતો અને સાત વાગે ઘરે પરત ફર્યો ત્યારે ખબર પડી કે ત્રણેયની હત્યા કરવામાં આવી છે. આજે આ કપલની મેરેજ એનિવર્સરી હતી. મૃત્યુ પામેલા લોકોના નામ રાજેશ તંવર, કોમલ અને કવિતા છે. આ હત્યા સવારે પાંચથી સાતની વચ્ચે થઈ હતી. 

   આ લોકો મૂળ હરિયાણાના હતા, પરંતુ દક્ષિણ દિલ્હીના દેવલી ગામમાં વર્ષોથી રહેતા હતા. ત્રણેયની ગળામાં છરો મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ આ કેસની તપાસ શરૂ કરી છે.

   સીએમ આતિશી દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેણે X પર પોસ્ટ કરીને કહ્યું કે, નેબ સરાઈમાં આજે સવારે ટ્રિપલ મર્ડર થયો હતો. દિલ્હીમાં દિવસે દિવસે હત્યાઓ થઈ રહી છે, ગોળીઓ ચલાવવામાં આવી રહી છે, ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારની એક જ જવાબદારી છે - દિલ્હીના લોકોને સુરક્ષા પૂરી પાડવાની. તે પોતાની જવાબદારીમાં સદંતર નિષ્ફળ ગયો છે

(11:20 AM IST)