તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
પંજાબ પોલીસે મોટી દુર્ઘટના અટકાવી: સતર્કતાને કારણે પંજાબને બદનામ કરવાનું ષડ્યંત્ર નિષ્ફ્ળ :સીએમ માન
એમ ભાગવંત માને કહ્યું - સુખબીર બાદલ જી પર હુમલાની સખત નિંદા કરું છું. પોલીસને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા કડક સૂચના આપી છે.

-- સી
ફોટો
શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા શિરોમણી અકાલી દળના પ્રધાન સુખબીર બાદલને સેવાની ધાર્મિક સજા સંભળાવામાં આવી છે.આજે આ સજાનો બીજા દિવસ છે. આ દરમિયાન ગોલ્ડન ટેમ્પલની બહાર સુખબીર સિંહ બાદલ પર જાનલેવા હુમલો થયો છે. જો કે, તેઓ સલામત છે. હુમલાખોરે ફાયરિંગ કરી હતી. જે બાદ તેને પકડી પાડવામાં આવ્યો હતો.
દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને ટ્વીટ કર્યું, “પંજાબ પોલીસે આજે એક મોટી ઘટના બનતી અટકાવી. પંજાબ પોલીસની તત્પરતાનું પરિણામ છે કે પંજાબ અને પંજાબીઓને બદનામ કરવાનું કાવતરું નિષ્ફળ ગયું છે. પોલીસે તેમની તત્પરતા સાથે સ્થળ પર હુમલાખોરની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી હતી. હું પોલીસની તત્પરતાની પ્રશંસા કરું છું, હું સુખબીર બાદલ જી પરના હુમલાની સખત નિંદા કરું છું. મેં પોલીસને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા કડક સૂચના આપી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
