તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
મહારાષ્ટ્રમાં ગૌશાળા અને પાંજરાપોળ ના સેંકડો કાર્યકરોએ ગૌ સંસ્કૃતિની વાત કરી વધુ મતદાન માટે પ્રેરિત કર્યાઃ ડો. ગીરીશ શાહ
એનીમલ વેલફેર બોર્ડના સભ્ય ડો. ગીરીશ શાહે દેવેન્દ્ર ફડણવીસને મળી જીવદયાના અનેકવિધ પ્રશ્રોની ચર્ચા કરીઃ ગૌશાળા સંચાલન માટે ખાલી અને ઉજજડ જમીન ઉપર ગૌચર :મહારાષ્ટ્રમાં ૧૦ હજાર ગૌશાળા અને પાંજરાપોળના કાર્યકતા/સતત કાર્યરત પશુ-પક્ષીઓના રક્ષણ- ઓર્ગેનિક ખેતી માટે

રાજકોટઃ ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડના સભ્ય ડો. ગીરીશ શાહે મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે શુભેચ્છા મુલાકાત કરી જીવદયાના અનેક પ્રશ્રો અૃગે વિસ્તૃત ચર્ચા કરી હતી. દેવેન્દ્ર ફડણવીસને સન્માનિત કરીને તેમના દૂરંદેશી નેતૃત્વ અને મહારાષ્ટ્રના વિકાસ માટેના તેમના અનન્ય યોગદાન માટે આભાર વ્યકત કર્યો હતો. તેમ સંસ્થાની યાદી જણાવે છે. દેવન્દ્ર ફડણવીસે જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શકય તમામ મદદ કરવાની દેવેન્દ્ર ફડણવીસે ખાત્રી આપેલ હતી.
મહારાષ્ટ્રમાં ૧૦ હજારથી વધુ ગૌશાળા-પાંજરાપોળના સેવાભાવી કાર્યકર્તાઓ ગૌવંશના કલ્યાણ માટે અને જીવદયા માટે અહંનીશ કાર્યરત છે. આ કાર્યકર્તાઓ પશુઓ, પક્ષીઓ સહિત તમામ જીવોનું રક્ષણ, ઓગેનીક ખેતી વિગેરેને પ્રોત્સાહીત કરી રહયાં છે. તેમના આ પ્રયત્નોને ફડણવીસે બીરદાવ્યા હતા.
ડો. ગીરીશ શાહે વધુમાં કહયું કે, ગૌશાળા અને પાંજરાપોળના સેવાભાવી કાર્યકર્તાઓ મહારાષ્ટ્રની તાજેતરની ચુંટણીમાં ગૌસંસ્કૃતિ અનેસંસ્કારની બાબત પર ભાર મૂકીને મતદારોને વધુમાં વધુ મતદાન માટે પ્રેરીત કર્યા હતા.
ડો. શાહના કહેવા મુજબ આ સમયે દેશની ગૌશાળા-પાંજરાપોળોએ આત્મનિર્ભર બનવા માટે આગળ વધવું જોઇએ અને ગોબર અને ગૌમૂત્રના વધુ સારા ઉપયોગ માટે કામ કરવું જોઇએ. તેમણે ગૌશાળામાં પાળેલા વૃધ્ધ, બિમાર અને નિઃસાહય પશુઓના સંચાલન માટે ખાલી કે ઉજજડ જમીન પર ગૌચર બનાવવાની સલાહ આપી હતી અને કહયું હતું કે તેમની સંસ્થા મહાજનોને આત્મનિર્ભર બનાવવા માટે પ દિવસની તાલીમ આપે છે, જેમાં ગૌશાળાના પ્રતિનિધિઓને માર્ગદર્શન પ્રેકટીકલ તાલીમ આપવામાં આવે છે. ફડણવીસે રાજયમાં ગૌશાળા -પાંજરાપોળના પાંજરાપોળોના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજૂબત બનાવવાનાં પ્રયત્નો બદલ રાજીપો વ્યકત કર્યો હતો.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
