તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
ગોવિંદભાઈ ધોળકીયાએ નરેન્દ્રભાઈને ભેટ આપ્યો ‘નવભારત રત્ન' હીરોઃ ભારતના નકશા મુજબ છે કોતરણી
સુરતના ડાયમંડ કિંગ અને રાજ્યસભાના સાંસદ આ ર.૧ર૦ કેરેટનો પ્રાકૃતિક હીરો છેઃ જેને બનાવતા ૩૯૦૦ મીનીટનો સમય લાગ્યો છે.

નવી દિલ્હી, તા.૪: પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ નરેન્દ્રભાઈ મોદીને એક ખાસ ભેટ આપી છે. ગોવિંદભાઈ ધોળકિયાએ પીએમ મોદીને ભારતના નકશાના આકારમાં કોતરવામાં આવેલ કુદરતી હીરો ભેટમાં આપ્યો છે.
આ હીરાને ‘નવભારત રત્ન' નામ આપવામાં આવ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકળષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચેરમેન છે. પીએમ મોદીને અર્પણ કરવામાં આવેલ નવભારત રત્ન હીરા એક ઉત્કળષ્ટ ૨.૧૨૦ કેરેટનો હીરો છે જે ભારતની એકતા, સુંદરતા અને અનંત ચમકનું પ્રતીક છે.
સુરતના કુશળ કારીગરોએ આ હીરાને ખૂબ જ કાળજી અને મહેનતથી તૈયાર કર્યો છે, જેને નવભારત રત્ન નામ આપવામાં આવ્યું છે. આ હીરાને તૈયાર કરવામાં ૩૭૦૦ મિનિટની મહેનત લાગી. તેમજ આ હીરાને આયોજિત રીતે અને ખૂબ જ સચોટ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે માત્ર ભારતની સમળદ્ધિનું પ્રતીક નથી પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભેચ્છા છે. નવભારત રત્ન એ હીરાની ઉત્કળષ્ટ કારીગરી અને સમર્પણનો જીવંત સાક્ષી છે, જે રાજેશભાઈ કાછડિયા અને વિશાલભાઈ ઈટાલિયા જેવા રત્ન કલાકારોની મહેનત બાદ ફળ્યો છે.
રાજેશભાઈ કાછડિયા પાસે SRK માં કામ કરવાનો ૧૪ વર્ષનો અનુભવ છે. તેમણે હીરામાંથી ભારતનો નકશો તૈયાર કરવા માટે ૪૦ કલાકનો સમય લીધો હતો. તે જ સમયે, તેઓ તેમના કાર્યને સૈનિકના બલિદાન તરીકે ગણતા હતા. તેમજ વિશાલભાઈ ઈટાલીયા ૬ વર્ષથી SRKમાં કામ કરે છે. તેણે ૨૨ કલાક સુધી હીરાની કમરપટને ઝીણવટપૂર્વક પોલિશ કરી હતી. આ બંનેની મહેનત પછી જ નવભારત રત્ન તૈયાર થઈ શકયો. તમને જણાવી દઈએ કે નવભારત રત્ન માત્ર હીરો જ નથી, પરંતુ તે ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
