તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
ફડણવીસ ફરી એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા
શિંદે જૂથના નેતા ઉદય સામંતના નિવેદનને કારણે સસ્પેન્સ વધી ગયું છે.

મહારાષ્ટ્રમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજભવન પહોંચ્યા બાદ તેમણે સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે. શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે સાંજે 5:30 કલાકે થશે. પરંતુ બધાની નજર એકનાથ શિંદે પર છે. શું શિંદે દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનો હિસ્સો હશે? શું તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે? દેવેન્દ્ર ફડણવીસના નિવેદનથી ચર્ચા તેજ થઈ ગઈ છે. દાવો રજૂ કર્યા બાદ તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે એકનાથ શિંદે અમારી સરકારનો હિસ્સો હશે. શપથગ્રહણ પહેલા મંત્રીઓના નામ નક્કી કરવામાં આવશે. પરંતુ આ અંગે એકનાથ શિંદેએ કહ્યું કે કોણ શપથ લેશે તે સાંજ સુધીમાં નક્કી થઈ જશે. મોડી સાંજે, દેવેન્દ્ર ફડણવીસ ફરીથી શિંદેને મનાવવા માટે વર્ષામાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસ ઈચ્છે છે કે શિંદે તેમની સાથે શપથ લે, પરંતુ એકનાથ શિંદે વિચાર કરવા માટે થોડો સમય ઈચ્છે છે.
અગાઉ શિંદે જૂથના નેતા ઉદય સામંતના નિવેદનને કારણે સસ્પેન્સ વધી ગયું છે. સામંતે કહ્યું કે, પાર્ટીના નેતાઓ માંગ કરે છે કે એકનાથ શિંદે શપથ લે, આ અમારો આગ્રહ છે અને તેમણે તેનો સ્વીકાર કરવો જોઈએ. ઉદય સામંતે એમ પણ કહ્યું કે એકનાથ શિંદે કેબિનેટમાં રહે એ અમારી ઈચ્છા જ નથી પરંતુ સામાન્ય શિવસૈનિકોની પણ ઈચ્છા છે. અમને વિશ્વાસ છે કે તેઓ અમારી માંગણીઓ સ્વીકારશે. એકનાથ શિંદેએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જો તેઓ શપથ લેશે તો મહારાષ્ટ્રના લોકો માટે ઘણી બધી યોજનાઓ આવશે
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
