<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

પ્રયાગરાજના મહાકુંભમાં ગંગાસ્નાન કરતા હવે કોઈ ડૂબશે નહીં, રોબો બચાવી લેશે

યોગી સરકારે ખાસ પ્રકારના રોબો મંગાવવાની વ્યવસ્થા કરી

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ તીર્થમાં આવતા મહિને ૧૩ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભના મેળામાં કોઈપણ શ્રદ્ધાળુ ગંગાજીમાં ડૂબકી લગાવતી વખતે નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગે કે, બોટ ઉંધી પડી જવાથી ગંગાની લહેરોમાં ડૂબી નહીં જાય, તેના જીવને કોઈ જોખમ નહીં રહે, તેની જિંદગી સલામત રહેશે. તે માટે યોગી સરકારે ખાસ પ્રકારના રોબો મંગાવવાની વ્યવસ્થા કરી છે. જે ડૂબતી વ્યક્તિને ગણતરીની મિનિટોમાં બચાવી લેશે.

       મહાકુંભના આયોજન પહેલા આ રોબોની મૉક-ડ્રિલ પણ કરવામાં આવી હતી. તાકીદની પરિસ્થિતિમાં માણસને કેવી રીતે બચાવી શકાય તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

(10:22 PM IST)