<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જીએસટી કાઉન્સિલની બેઠક ૨૧ ડિસેમ્બરે જેસલમેરમાં યોજાશે

અમુક વૈભવી ચીજ વસ્તુઓ પરના જીએસટીના દર હાલ ૧૮ ટકાથી વધારી ૨૮ ટકા કરવાની દરખાસ્ત પર વિચારણા થશે.

નવીદિલ્હી: જીએસટી કાઉન્સિલની આગામી બેઠક તા.૨૧ ડિસેમ્બર-૨૦૨૪ ને શનિવારના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ના અધ્યક્ષપદે જેસલમેરમાં યોજાશે. આમાં પ્રધાનોના ગ્રુપની ભલામણો ઉપર ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત અમુક વૈભવી ચીજ વસ્તુઓ પરના જીએસટીના દર હાલ ૧૮ ટકાથી વધારી ૨૮ ટકા કરવાની દરખાસ્ત પર વિચારણા થશે. જીએસટી દરોના રેશનલાઈઝેશન અંગેના પ્રધાનોના ગ્રુપે ૧૪૮ ચીજ- વસ્તુઓના જીએસટી દરમાં મોટા ફેરફારો સૂચવ્યા છે. આ ફેરફારોથી વધારાની આવક ઊભી થઈ શકશે અને આગામી જીએસટીની બેઠકમાં તેની પુનઃસમીક્ષા કરાશે. પ્રધાનોના ગ્રુપે ટેક્સટાઇલ માટે સુધારેલા ટેક્સ સ્લેબનું સ્ટ્રક્ચર સૂચવ્યું છે. પ્રધાનોના ગ્રુપે આવશ્યક ચીજ-વસ્તુઓ પરનું વેરા ધારણ ઘટાડવાની ભલામણ કરી છે.

(11:37 PM IST)