તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
સ્વદેશી ડ્રોન નાગાસ્ત્ર-૧ થી સેના સચોટ નિશાન સાધશે
નાગાસ્ત્ર-૧ ભારતમાં પોતાની રીતનું પહેલું માનવ- પોર્ટેબલ આત્મઘાતી ડ્રોન છે

નવીદિલ્હી: સ્વદેશી આત્મઘાતી ડ્રોન પ્રણાલી નાગાસ્ત્ર-૧ થી સેના હવે દુશ્મન પર પહેલા કરતાં વધુ સચોટ નિશાન સાધવામાં સક્ષમ બનશે. તેને નાગપુરની સોલર ઇન્ડસ્ટ્રીઝે તૈયાર કર્યું છે, અને સેનાને ૪૮૦ નાગાસ્ત્ર-૧ સોંપવામાં આવ્યા છે. આ ડ્રોનની રેન્જ લગભગ ૩૦ કિલોમીટર છે. તે દિવસ- રાત નજર રાખનાર કેમેરાથી લેન્સ છે. નાગાસ્ત્ર-૧ ભારતમાં પોતાની રીતનું પહેલું માનવ- પોર્ટેબલ આત્મઘાતી ડ્રોન છે. જે સૈનિકોના જીવને જોખમમા નાખ્યા વગર લૉન્ચ પૈડ્સ, તાલીમ શિબિરો અને ઘુસણખોરિયો પર સચોટ નિશાન લગાવવાને માટે બનાવવામાં આવ્યું છે. ભારતીય સેનાએ નાગાસ્ત્ર-૧ ને લક્ષ્યની ઉપર તાકવાની ક્ષમતાને કારણે લોઇટરિગ મ્યૂનિશન નામ પણ આપ્યું છે. તેમાં ૭૫ ટકાથી વધુ સામગ્રી સ્વદેશી છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
