News of Thursday, 5th December 2024
૭ વર્ષ બાદ મહિલાએ આપ્યો ૪ બાળકોને જન્મ :થોડી જ વારમાં ખુશી થઈ ગઈ અડધી
ભગવાન, આવી ખુશી કોઇને ન આપે !

સહારનપુર, તા.૫: એવું લાગે છે કે, કયારેક ભગવાન આપણી સાથે સંતાકૂકડીની રમત રમે છે. કયારેક સુખ તો કયારેક દુઃખ જીવનનો એક ભાગ છે. પરંતુ કયારેક ભગવાન પણ આપણને દુઃખના સાગરમાંથી બચાવી શકતા નથી. સહારનપુરમાં પણ આવું જ કંઈક થયું છે, જ્યાં એક મહિલાએ લગ્નના ૭ વર્ષ બાદ ચાર બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ ૭ વર્ષ બાદ ચાર બાળકોની ચાર ગણી ખુશી થોડા કલાકોમાં જ અડધી થઈ ગઈ હતી.
સહારનપુરના બેહત રોડ સ્થિત શંકરપુરી કોલોનીમાં રહેતા સુમિત સૈની અને મીનુ સૈનીના ઘરે લગ્નના સાત વર્ષ બાદ ચાર બાળકોના જન્મ સાથે ખુશી પરત આવી હતી. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં, જ્યારે ચારમાંથી બે બાળકો થોડા કલાકોમાં મળત્યુ પામ્યા હતા. હવે પરિવારની આશા બાકીના બે બાળકો પર ટકી છે, જેઓ હજુ પણ જીવન અને મળત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
સુમિત અને મીનુના લગ્ન ૧૧ નવેમ્બર ૨૦૧૭ના રોજ ધામધૂમથી થયા હતા. લગ્નના એક વર્ષ પછી તેમના ઘરે એક છોકરીનો જન્મ થયો, પરંતુ તે છોકરીનું પણ એક વર્ષ પછી મળત્યુ થયું હતું. પરિવાર ઘેરા દુઃખમાં હતો અને ખુશીઓ પરત ફરવાની રાહ જોઈ રહ્યો હતો. આ વર્ષે, જ્યારે મીનુ સૈની ગર્ભવતી થઈ અને તેનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું, ત્યારે ખબર પડી કે તેને ટ્રિપ્લેટ્સ છે. પરંતુ જ્યારે ડિલિવરી થઈ, ત્યારે ચાર બાળકોનો જન્મ થયો હતો, જેમાં બે છોકરાઓ અને બે છોકરીઓ હતી. આ સાંભળીને પરિવારની ખુશીનો પાર ન રહ્યો.
ચાર બાળકો તેમના જન્મના થોડા કલાકોમાં, એક છોકરી ૧૦ કલાકમાં અને એક છોકરો ૧૨ કલાકમાં મળત્યું પામ્યા હતા. આ મોતથી પરિવારની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી. હવે બાકીના બે બાળકો - એક છોકરો અને એક છોકરીની હાલત નાજુક છે અને પરિવાર તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો છે. મીનુ સૈનીએ ગર્ભાવસ્થાના ૬ મહિના બાદ ઓપરેશન દ્વારા ચાર બાળકોને જન્મ આપ્યો હતો. ચારેય બાળકો સમય પહેલા જન્મ લેવાના કારણે નબળા પડી ગયા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર, તેમની હાલત પહેલાથી જ નાજુક હતી અને બંને બાળકોને બચાવી શકાયા ન હતા.
સુમિત સૈનીએ કહ્યું કે, અમે સાત વર્ષથી આ ખુશીની રાહ જોઈ હતી. ભગવાને અમને એકસાથે ચાર બાળકોના આશીર્વાદ આપ્યા, પરંતુ અમે બે ગુમાવી દીધા છે. હવે અમારી બધી આશા બાકીના બે બાળકો પર ટકેલી છે. અમે તેમની સલામતી માટે દિવસ-રાત પ્રાર્થના કરીએ છીએ. બાકીના બે બાળકોની સારવાર સહારનપુરના અંશી શ્રીવાસ્તવ નર્સિંગ હોમમાં કરવામાં આવી રહી છે. ડોકટરોની ટીમ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે, પરંતુ સમય પહેલા જન્મને કારણે સ્થિતિ નાજુક છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
