<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

દિલ્‍હીમાં સી.આર પાટિલના નિવાસે સ્‍નેહમિલન કાર્યક્રમ : વડાપ્રધાન - ગૃહપ્રધાન સહિતના કેન્‍દ્રિય મંત્રીઓ, પક્ષ પ્રમુખ નડ્ડા, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ, સાંસદો, ધારાસભ્‍યો હાજર રહયા હતા : વડાપ્રધાન ઘણા લોકોને મળ્‍યા : કરી વાતચીત

ગુજરાત ભાજપના અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જલ શક્‍તિ મંત્રી સીઆર પાટીલે બુધવારે તેમના નિવાસસ્‍થાને રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન  મોદીએ પણ ભાગ લીધો હતો, જ્‍યાં બધાએ તેમનું સ્‍વાગત કર્યું હતું. સી આર પાટીલે તેમની પત્‍ની અને પરિવાર સાથે વડાપ્રધાનનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું, જ્‍યારે તેમની પત્‍નીએ વડાપ્રધાન મોદીને માતા ગંગાની મૂર્તિ અર્પણ કરી. આ ડિનર ઈવેન્‍ટમાં બીજેપી અધ્‍યક્ષ જેપી નડ્ડા અને ગળહમંત્રી શાહ પણ હાજર રહ્‍યા હતા. તેમજ એનડીએના ફ્‌લોર લીડર, કેન્‍દ્રીય મંત્રી, ગુજરાત ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહ્‍યા હતા. વડાપ્રધાને અહીં હાજર તમામ લોકો સાથે તસવીરો ખેંચાવી હતી.વડાપ્રધાન મોદીએ બુધવારે સાંજે કેન્‍દ્રીય મંત્રી સીઆર પાટીલના ઘરે સ્‍નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગળહમંત્રી  શાહ, ભાજપ અધ્‍યક્ષ જેપી નડ્ડા, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ પણ હાજર રહ્‍યા હતા.વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં  મહેમાનો સાથે વાતચીત કરી હતી અને સંબોધન કર્યું હતું. તમામ ઉપસ્‍થિતોએ સાથે ફોટો પણ ખેંચાવ્‍યો હતો આ કાર્યક્રમ માટે ગુજરાતના ભાજપના ધારાસભ્‍યો અને નેતાઓ પણ રાષ્ટ્રીય રાજધાની પહોંચ્‍યા હતા.  સીઆર પાટીલ જેઓ જલ શક્‍તિ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્‍યા છે, તેઓ ગુજરાત ભાજપના અધ્‍યક્ષ પણ છે.

 સી આર પાટીલના નિવાસ સ્‍થાને યોજાયેલા ડીનરમાં વલસાડી ઉંબાડિયું અને સુરતી ઉંધીયું, પુરી, મઠા જેવી વાનગી પીરસવામાં આવી હતી. પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ટૂંક સમયમાં વિદાય લેશે. નવા વર્ષના આરંભે નવા પ્રમુખની નિમણૂક થશે.પાટીલના નિવાસ સ્‍થાને યોજાયેલા ડીનરમાં રમણલાલ વોરાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. ઉલ્લેખનીય છે કે રમણલાલ વોરા સામે બોગસ ખેડૂતની ફરિયાદ થઈ છે.

(9:45 AM IST)