News of Thursday, 5th December 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની ૨૨ વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે
૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૨૨ : ‘પોતાના અવધાનને કોઇ એવી જગાએ રાખો કે જયાં તમે અતીતની કોઇ ઘટના જોઇ રહ્યા છો અને પોતાના શરીરને પણ. રૂપના વર્તમાન લક્ષણ ખોવાઇ જશે અને તમે રૂપાંતરિત થઇ જશો'
તમે પોતાના અતીતને યાદ કરી રહ્યા છો. પછી તે ગમે તે ઘટના હોય તમારૂ બાળપણ તમારા પ્રેમ, પિતા કે માતાનું મૃત્યુ, કાંઇ પણ હોઇ શકે છે એને જુઓ પરંતુ એની સાથે એકાત્મ ના થવા. એને એ રીતે જુઓ જેમ કે કોઇ બીજાના જીવનમાં બન્યુ છે. એને એવી રીતે જુઓ કે જાણે બનાવ પડદા ઉપર ફરીથી ઘટી રહ્યો છે. ફિલ્માવી રહો છો અને તેમ એને જોઇ રહ્યા છો, એનાથી જુદા, તટસ્થ સાક્ષીની જેમ. એ ફિલ્મમાં, વાર્તામાં તમારૂ વિતેલું રૂપ ફરીથી ઉભરી આવશે. જો તમે પોતાની કોઇ પ્રેમકથાનું સ્મરણ કરી રહ્યા હશો, પ્રેમની પહેલી ઘટના તો તમે તમારી પ્રેમીકા સાથે સ્મૃતિના પડદા ઉપર પ્રકટ થશો અને તમારા અતીતનું રૂપ પ્રેમિકા સાથે ઉતરી આવશે. નહિતર તમે એને યાદ નહી કરી શકો. તમારા એ અતીતના રૂપથી પણ તાદાત્મ્યને હટાવી નાખો. આખા બનાવને એવી રીતે જુઓ જાણે કે કોઇ બીજા પુરૂષ કોઇ બીજી સ્ત્રીને પ્રેમ કરી રહ્યો છે. જાણે વાર્તા સાથે તમારે કાંઇ લેવા-દેવા નથી. તમે એકલા દૃષ્ટા છો, સાક્ષી છો.
વિધી ઘણી ખરી બુનિયાદી છે. ખાસ કરીને બુધ્ધ દ્વારા આ વિધિનો ઘણો જ પ્રયોગ કરવામાં આવ્યો. આ વિધીના અનેક પ્રકાર છે. આ વિધીના પ્રયોગથી પોતાની રીતે તમે પોતે શોધી શકો છો. દાખલા તરીકે રાત્રે જયારે તમે સુવા જઇ રહ્યા હોવ, ઊંડી ઊંઘમાં ઉતરતા હોવ તો આખા દિવસનું પોતાનું જીવન યાદ કરો. આ યાદની દિશા ઉલટી હશે એટલે કે એને સવારથી શરૂ ના કરતા હાલ તમે જયાં છો ત્યાંથી શરૂ કરો. અત્યારે તમે બિસ્તરામાં છો બિસ્તારામાં પડયા ત્યાંથી શરૂ કરીને પાછા ફરો અને આમ પગલુ પાછા વાળીને સવારના એ પહેલા બનાવ પર પહોંચો જયારે તમે ઉંઘમાંથી જાગ્યા હતા. અતીતના આ સ્મરણના ક્રમમાં સતત યાદ રાખો કે આખા બનાવથી તમે પૃથક છો, જુદા છો. ઉદાહરણ તરીકે પાછલા પહોરમાં કોઇએ તમારૂ અપમાન કર્યુ હતું. તો તમે પોતાના રૂપને અપમાનિત થતુ જુઓ પરંતુ દૃષ્ટા બની રહો. તમારે એ બનાવમાં ફરી સંડોવવાનું નથી, ફરી કરવાનો નથી, ફરી ક્રોધ કરવાનો નથી. જો તેમ ક્રોધ કરશો તો તાદાત્મય પેદા થઇ જશે ત્યારે ધ્યાનનું બિન્દુ તમારા બિન્દુ તમારા હાથેથી છુટી ગયુ.
એટલા માટે ક્રોધ ના કરો. અત્યારે તમને અપમાનિત કરી રહ્યો નથી પણ તે તમારા પાછલા પહોરના રૂપને અપમાનિત કરી રહ્યો છે. એ રૂપ હવે નથી. તમે તો એક વહેતી નદી જેવા તમારા રૂપ વહી રહ્યા છે. તે જઇ ચૂકયું નદીની જેમ તમે સતત બદલાતા જઇ રહ્યા છો.
રાતમાં ધ્યાન કરતી વખતે જયારે દિવસના બનાવોને ઉલટા ક્રમમાં પ્રતિક્રમમાં યાદ કરો તો ધ્યાન રાખો તમે સાક્ષી છો, કર્તા નથી ક્રોધ ના કરો આમેય જયારે કોઇ તમારા વખાણ કરે તો આલ્હાદિન ના થશો. ફિલ્મની જેમ એને પણ ઉદાસીન થઇને જુઓ.
પ્રતિક્રમણ બહુ ઉપયોગી છે. ખાસ કરીને જેમ અનિંદ્રાની તકલીફ હોય એમને જો તમને બરાબર ઉંઘ આવતી ના હોય અનિંદ્રાનો રોગ હોય તો આ પ્રયોગ તમને માફકત આવશે કેમ? કારણ કે એ મનને ખોલવાનો, નિગ્રંથ કરવાનો ઉપાય છે. જયારે તમે પાછા ફરો છો તો મનમાં પડ ઉધડવા લાગે છે. સવારે જેમ ઘડિયાળમાં ચાવી આપો છો એવી રીતે તમે તમારા મન ઉપર અનેક વિચારો અને બનાવોના સંસ્કાર જામી જાય છે. અને મન એનાથી ભારે થઇ જાય છે, અધુરા અને અપૂર્ણ સંસ્કાર મનમાં વલોવાતા રહે છે કારણ કે એમને બનતા હોવાના સમય એમને જોવાનો મોકો મળ્યો નથી.
એટલા માટે રાત્રે ફરી એમને પાછા વળીને જુઓ, પ્રતિક્રમમાં આ મનના નિગ્રંથના સફાઇની પ્રક્રિયામાં જયારે તમે બીસ્તરમાંથી જાગવા પહેલા ઘટના સુધી પહોંચશો તો તમારૂ મન ફરીથી એટલું જ તાજુ થઇ જશે જેટલું તાજુ તે સવારેહતુ અને ત્યારે તમને એવી જ ઉંઘ આવશે જેવી નાના બાળકને આવે છે.
આ વિધિ ગહન રેચનની વિધિ છે. આને જો તમે દરરોજ કરતા રહો તો તમને એક નવું સ્વાસ્થ્ય અને એક નવી તાજગીનો અનુભવ થશે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
- રજનીશના પ્રણામ
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
