<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

બાંગલા પ્રેસીડેન્‍ટ યુનુસ નરસંહારનો માસ્‍ટર માઇન્‍ડ : શેખ હસીના

સત્તા ભૂખ્‍યો છે : મારી અને મારી બહેનની હત્‍યાનું કાવત્રું રચાયેલ : મારા પિતાની જેમ જ અમને પતાવી દેવાના હતાઃ શેખ હસીના

નવી દિલ્‍હી, તા. પ : બાંગ્‍લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દાવો કર્યો હતો કે પ ઓગસ્‍ટે તેમની અને તેમની બહેન શેખ રેહાનાના હત્‍યાનું ષડયંત્ર એવી જ રીતે રચવામાં આવ્‍યું હતું, જેવી રીતે ૧૯૭પમાં તેમના પિતા શેખ મુજીબ-ઉર-રહેમાનને મારવામાં આવ્‍યા હતા. તેમણે વધુમાં જણાવેલ કે, યુનુસ સત્તાના ભુખ્‍યા છે એટલે તેઓ પૂજા સ્‍થળોએ હુમલાઓને બચાવી નથી શકતા. નરસંહારના માસ્‍ટર માઇન્‍ડ છે. શેખ હસીનનાને ઓગસ્‍ટમાં મોટાપાયે થયેલ સરકાર વિરોધી પ્રદર્શનોના કારણે રાજીનામુ આપયા બાદ ભારતમાં શરણ લીધી હતી. ત્‍યારબાદનું આ તેમનું પ્રથમ સાર્વજનીક નિવેદન હતું.

શેખ હસીનાએ ઢાકામાં પોતાના આધિકારીક આવાસ ઉપર થયેલ હુમલાનો ઉલ્લેખ કરતા જણાવેલ કે, હથીયારબંધ પ્રદર્શનકારીઓને ભવન તરફ મોકલાવમાં આવ્‍યા હતા. જો સુરક્ષા કર્મીઓએ ફાયરીંગ કર્યુ હોત તો અનેક લોકોના જીવ ગયા હોત. આ રપ થી ૩૦ મીનીટનો મામલો હતો અને મને ત્‍યાંથી જવા માટે મજબુર થયું પડયું હતું. મે ગાર્ડનને જણાવેલ કે ગમે તે થાય પણ ગોળી ન ચલાવતા.

(2:36 PM IST)