<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

BSNL તથા MTNL ના પેન્‍શનરોએ દિલ્‍હીમાં ધરણા યોજયાઃ વડાપ્રધાનને આવેદન પાઠવ્‍યું

ર હજારથી વધુ લોકો ઉમટી પડયાઃ ગુજરાતમાંથી પ૩ પેન્‍શનરો જોડાયા

રાજકોટ તા. પઃ BSNL MTNL સંયુકત ફોરમના પેન્‍શન રિવિઝન માટે ત્રીજા તબકકાના આંદોલનાત્‍મક કાર્યક્રમમાં દિલ્‍હી જંતમ મંતર ખાતે ધરણામાં ભારતભરમાંથી મોટી સંખ્‍યામાં તથા ગુજરાત સર્કલમાંથી પ૩ સભ્‍યો એન. એન. પટેલ સર્કલ પ્રેસિડેન્‍ટ તથા મનુભાઇ ચનિયારા સર્કલ સેક્રેટરીની સાથે જોડાયેલ.

પેન્‍શનર્સ એસોસિએશનના સંયુકત ફોરમ દ્વારા શોષિત પેન્‍શનરોના તાત્‍કાલિક પેન્‍શન રિવિઝનની માંગણી સાથે જંતર-મંતર, દિલ્‍હી ખાતે વિશાળ ધરણામાં ર૦૦૦થી વધુ પેન્‍શનરોએ ભાગ લીધો હતો. AIBDPA ના રાષ્‍ટ્રીય સલાહકાર શ્રી વી. એ. એન. નંબૂદીરીએ અધ્‍યક્ષતા કરી હતી. શ્રી કે. જી. જયરાજ, સંયુકત ફોરમ કન્‍વીનરએ સ્‍વાગત પ્રવચન કરેલ. શ્રી કે. રાગવેન્‍દ્રન, સેક્રેટરી જનરલ, NCCPA એ ધરણાનું ઉદ્દઘાટન કરેલ. તમામ વકતાઓએ છેલ્લા આઠ વર્ષથી પેન્‍શન રિવિઝનના કાયદેસર અને અસ્‍વીકાર્ય અધિકારને અન્‍યાયી રીતે નકારવા બદલ મોદી સરકાર અને  DoT નોકરશાહી સામે ભારે આકરા પ્રહારો કર્યા અને માંગણીનો સ્‍વીકાર્ય ન થાય ત્‍યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધેલ હતી.

(2:49 PM IST)