News of Thursday, 5th December 2024
જવાબ રજુ કરવા અલીગઢ મુસ્લીમ યુનિવર્સીટીને હાઇકોર્ટનો આદેશ
વિદ્યાર્થી સંઘની ચુંટણી માંગણી કરતી જનહિત અરજી પર

પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઇકોર્ટે ગત સપ્તાહે અલ્હાબાદ મુસ્લીમ યુનિવર્સીટીને યુનિવર્સીટીમાં વિદ્યાર્થી યુનિયનની ચુંટણીની માંગણી કરનાર વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ જાહેર હિતની અરજીના જવાબમાં ૯ જાન્યુઆરી સુધીમાં જવાબી સોગંદનામું રજુ કરવાનો આદેશ આપ્યો છે.
ચીફ જસ્ટીસ અરૂણ ભણસાલી અને જસ્ટીસ ક્ષિતીજ શૈલેન્દ્ર ખંડપીઠે યુનિવર્સીટીના વકીલ દ્વારા અપાયેલ જવાબોને અપૂરતા ગણીને યુનિવર્સીટી પાસે યોગ્ય જવાબ માંગ્યો હતો. જેમાં કહેવાયું હતું કે યોગ્ય સમયે ચુંટણી કરાવવામાં આવશે.
એલએલએમના વિદ્યાર્થી(કેફ હસન) દ્વારા કરાયેલ જનહિતમાં કહેવાયું હતુ કે ર૦૧૯ થી ચુંટણી કરાવવામાં એએમયુની નિષ્ફળતા વિદ્યાર્થીઓના અધિકારો અને લોકશાહીના સિધ્ધાંતોનું ઉલ્લંધન છે. એએમયુ એકટ ૧૯ર૦ અને લિંગદોહ સમિતીની ભલામણો મૂજબ નિર્ધારીત સમય મર્યાદામાં વિદ્યાર્થી સંઘની ચુંટણી કરાવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે એએમયુએ છેલ્લા છ વર્ષથી વિદ્યાર્થી સંઘની ચુંટણીઓ નથી કરાવી.
અરજીમાં કહેવાયું હતું કે આ પ્રકારે ચુંટણી ના કરાવવી એ કેરળ યુનિયન વિરૂધ્ધ કાઉન્સીલ ઓફ પ્રિન્સીપાલ કોલેજ કેરળના કેસમાં સુપ્રિમકોર્ટના ચુકાદા જાણી જોઇને કરાવી અવજ્ઞા છે. અરજીમાં કહેવાયું છે કે યુનિવર્સીટીને યુજીસ પાસેથી ભારે પ્રમાણકમાં અનુદાન મળેલું છે. જેમાં વિદ્યાર્થી સંઘ માટેના નાણાં પણ સામેલ છે. જેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.
અરજીમાં વિદ્યાર્થી સંઘના મહત્વ પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. જેમાં કહેવાયું કે તે મહત્વપુર્ણ ભુમીકા ભજવે છે. જે હાલ વિદ્યાર્થી કલ્યાણ પુરતીજ સિમીત નથી પણ મોટા પાયે પ્રજાના હિતમાં પણ એક મોટી ભુમીકા ભજવે છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
