News of Thursday, 5th December 2024
કોંગ્રેસથી નારાજ સપા, સંસદમાં સીટ વ્યવસ્થાને લઈને અખિલેશ યાદવ અને ડિમ્પલમાં નારાજગી
ડિમ્પલ યાદવે સ્પીકર સમક્ષ આ મામલો ઉઠાવ્યો અને કહ્યું કે સપાને આગળની હરોળમાં બે સીટો આપવી જોઈએ

નવી દિલ્હી : વિપક્ષી ગઠબંધનમાં પહેલા સંસદમાં હોબાળાને લઈને TMCએ કોંગ્રેસનો સાથ છોડ્યો, હવે સમાજવાદી પાર્ટી (SP)એ નારાજગી વ્યક્ત કરી છે.
18મી લોકસભા માટે બેઠક વ્યવસ્થાને લઈને બધુ ફાઈનલ થઈ ગયું છે. હવે માત્ર બેઠકોને લઈને ઈન્ડી ગઠબંધનમાં અણબનાવ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના પત્ની ડિમ્પલ યાદવે બેઠક વ્યવસ્થાને લઈને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી છે. બંનેએ પાછળની હરોળમાં અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદની બેઠક પર વાંધો વ્યક્ત કર્યો છે.
સંસદમાં કોંગ્રેસે પોતે જ તેના સાથી પક્ષોને બેઠકો ફાળવી છે. સપા નારાજ છે કે કોંગ્રેસે બેઠક વ્યવસ્થામાં ફેરફારને લઈને વિશ્વાસમાં ન લીધા.
નવી સિસ્ટમ હેઠળ, સપા પાસે હવે માત્ર એક જ ફ્રન્ટ સીટ હશે અને તે પણ અખિલેશ યાદવની. પહેલા અવધેશ પ્રસાદ પણ રાહુલ ગાંધી અને અખિલેશ સાથે બેસતા હતા.
સપાની આ નારાજગી આજે સંસદમાં પણ જોવા મળી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સપાના કોઈપણ સાંસદે વિરોધમાં રાહુલ અને પ્રિયંકાને સમર્થન આપ્યું ન હતું. બીજી તરફ ડિમ્પલ યાદવે સ્પીકર સમક્ષ આ મામલો ઉઠાવ્યો અને કહ્યું કે સપાને આગળની હરોળમાં બે સીટો આપવી જોઈએ.જોકે, ડિમ્પલે અખિલેશની કોંગ્રેસથી નારાજગીની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ તમામ નિર્ણયો સ્પીકર જ લે છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
