<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિનું વિસર્જન કર્યું

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ યુપીમાં મોટું પગલું ભર્યું, સમગ્ર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિનું વિસર્જન કર્યું છે. ખડગેએ તાત્કાલિક અસરથી જિલ્લા અને બ્લોક સ્તર સહિત પાર્ટીની તમામ સમિતિઓ વિખેરી નાખી.

આ પગલાને પાર્ટીમાં સંગઠનાત્મક પરિવર્તન અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે.  છેલ્લા કેટલાક રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસ પોતાની નવી વ્યૂહરચના ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યથી શરૂ કરવા માંગે છે. 

(1:22 AM IST)