News of Friday, 6th December 2024
તૃપ્તીડિમરી બની સૌથી લોકપ્રિય અભિનેત્રી : શાહરૂખ- આલિયાને પાછળ રાખી દીધા : બીજા સ્થાને દિપિકા
IMDBની ૨૦૨૪ની યાદી : શાહરૂખ ચોથા સ્થાને : પ્રભાસ ૧૦માં ક્રમે

મુંબઇ, તા.૬: IMDb એ વર્ષ ૨૦૨૪ ના લોકપ્રિય સ્ટાર્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તળપ્તિ ડિમરી પ્રથમ નંબરે છે. જ્યારે, દીપિકા અને શાહરુખ ખાન વર્ષ ૨૦૨૪માં IMDbની યાદીમાં ભારતના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાં બીજા અને ચોથા સ્થાને આવી ગયા છે. તળપ્તિ માત્ર આ યાદીમાં સામેલ નથી થઈ પરંતુ તે નંબર વન સ્ટાર પણ બની ગઈ છે. આ યાદીમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે. અભિનેત્રીના ચાહકો આ યાદીમાંથી તળપ્તિ ડિમરીના શાનદાર કામ અને ચર્ચા જોવા માટે ઉત્સાહિત છે.
IMDbની ૨૦૨૪ની આ યાદીમાં તળપ્તિ ડિમરી પ્રથમ સ્થાને છે. દીપિકા પાદુકોણ બીજા સ્થાને છે. ઈશાન ખટ્ટર ત્રીજા સ્થાને છે. શાહરૂખ ખાન ચોથા સ્થાને છે. શોભિતા ધુલીપાલા પાંચમા સ્થાને છે. શર્વરીને યાદીમાં છઠ્ઠું સ્થાન મળ્યું છે. સાતમા નંબર પર ઐશ્વર્યા રાય બચ્ચન છે. સામંથાને આઠમા નંબર પર રાખવામાં આવી છે. આલિયા ભટ્ટ નવમા નંબરે છે અને પ્રભાસ દસમા નંબરે છે.
IMDbએ ૨૦૨૪ના મોસ્ટ પોપ્યુલર સ્ટાર્સના નામ જાહેર કર્યા છે, જેમાં ટૉપની હીરોઈનનું નામ જોતા જ તમારી આંખો પહોળી થઈ જશે.
IMDbએ ટૉપ ટેન સ્ટાર્સના નામ જાહેર કર્યા છે જેમાં ૧૦માં સ્થાને સાઉથ એક્ટર પ્રભાસ છે. તેની કલ્કી ફિલ્મ આ વખતે સફળ થઈ હતી. તેની બહુચર્ચિત ફિલ્મ આદિ પુરુષ ભારે પટકાઈ હતી.
નવમાં સ્થાને જીગરાની હીરોઈન આલિયા ભટ્ટ છે. આલિયા ફિલ્મ સાથે પર્સનલ લાઈફ અને દીકરી રાહાને લીધે પણ ચર્ચામાં રહી હતી. આ લીસ્ટમાં આઠમાં નંબરે સાઉથ સેન્સેશન સમંથા પ્રભુ છે. તો સાતમાં સ્થાને જે હીરોઈન છે તે માત્ર પર્સનલ લાઈફ અને ઈવેન્ટ્સને લીધે ચર્ચામાં રહી છે, તેની એકપણ ફિલ્મ રિલીઝ થઈ નથી. સાતમાં સ્થાને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પોપ્યુલારિટી લિસ્ટમાં ફ્લેશ થઈ છે.
મુંઝિયા ફિલ્મના ગીત અને વેદાથી જાણીતી થયેલી શરવરી વાઘ છઠ્ઠા સ્થાને તો લગ્નના બંધને બંયેલી શોભિતા ધૂલિપાલા છે. નાગા ચૈતન્યા સાથેના તેનાં લગ્નએ તેને પોપ્યુલારીટી ચાર્ટમાં આગળ પહોંચાડી દીધી છે.
પોપ્યુલારિટી ચાર્ટમાં નંબર ૪ પર છે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન. શાહરૂખની આ વર્ષે એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, છતાં તે ચર્ચામાં રહ્યો છે અને ચોથા નંબરે પહોંચ્યો છે.
સૌથી મોટું સરપ્રાઈઝ નંબર ૩ સ્ટારે આપ્યું છે. નંબર-૩ પર ઈશાન ખટ્ટર છે. ઈશાનની કોઈ ફિલ્મ નથી આવી કે નથી સમાચારોમાં ચમકયો છતાં તેનું રેટિંગ ૩જા નંબર પર થયું છે.
નંબર-૨ પર છે દીપિકા પદુકોણ. આ વર્ષે તે માતા બની અને તેની બે ફિલ્મ કલ્કિ અને સિંઘમ અગેઈન રિલિઝ થઈ અને સફળ પણ થઈ. દીપિકાએ હજુ પોતાનો ચાર્મ ગુમાવ્યો નથી અને આટલી કોમ્પિટિશન બાદ તે બીજા નંબરે છે.
ત્યારે પહેલા નંબરે છે એનિમલ, ભુલભુલૈયાની હીરોઈન તળપ્તી ડીમરી. ફિલ્મ એનિમલમાં ઝોયાના પાત્રમાં ચમકેલી ભાભી-૨ પોપ્યુલારિટી ચાર્ટમાં પહેલા નંબરે છે. આ વર્ષે તેણે વીકિ ઔર વિદ્યા કા વો વાલા વીડિયો અને બેડ ન્યૂઝ જેવી ફિલ્મો પણ આપી. સેન્સેશન જગાવવા માટે જાણીતી તળપ્તી ૨૦૨૪માં પોપ્યુલર સ્ટાર બની ગઈ ત્યારે હવે ૨૦૨૫માં કયાં હશે તે જોવાનું રહ્યું.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
