<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

અયોધ્‍યામાં હોટ એર બલૂનમાં બેસીને રામમંદિર જોઈ શકાશે

બુધવારથી અયોધ્‍યામાં હૉટ એર બલૂન સર્વિસ શરૂ થઈ છે

અયોધ્‍યા, તા.૬: રામનગરી અયોધ્‍યામાં રોજ હજારો દર્શનાર્થી આવે છે અને પ્રભુ શ્રીરામનાં દર્શન કરીને ધન્‍યતા અનુભવે છે. હવે આ પ્રવાસીઓ રામમંદિરનું શિખર જોઈ શકે એવી વ્‍યવસ્‍થા પણ શરૂ થઈ છે. બુધવારથી અયોધ્‍યામાં હૉટ ઍર બલૂન સર્વિસ શરૂ થઈ છે. પ્રવાસીઓ ૮ મિનિટની હવાઈ યાત્રામાં રામમંદિરનું શિખર, હનુમાનગઢી અને કનક ભવન જેવાં મંદિરોને ઉપરથી જોઈ શકશે. આ માટે વ્‍યક્‍તિદીઠ ૯૯૯ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. હૉટ ઍર બલૂનની સર્વિસ પુષ્‍પક ઍડ્‍વેન્‍ચર અને અયોધ્‍યા વિકાસ સત્તામંડળે શરૂ કરી છે અને એનું સંચાલન રામકથા પાર્ક હેલિપૅડથી થશે.

(9:59 AM IST)