News of Friday, 6th December 2024
‘મોદી-અદાણી એક હૈ' લખેલા ટીશર્ટ પ્હેરી રાહુલ સહિતના સાંસદોએ કર્યુ પ્રદર્શન

એસ પ્રોસિકયુટર્સ દ્વારા ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સહીત અદાણી જૂથ સાથે જોડાયેલા ઘણા લોકો પર લાંચ અને છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ આ આરોપો મામલે સંસદના ચાલી રહેલા શિયાળુ સત્રમાં ચર્ચા કરવા ઈચ્છે છે, સરકાર ચર્ચા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહી છે, જેને કારણે બંને ગળહોમાં હોબાળો થઇ રહ્યો છે. એવામાં કોંગ્રેસના સાંસદોએએ સંસદ પરિસરમાં અલગ રીતે જ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ સાંસદો ‘મોદી અદાણી એક હૈ' લખેલા ટી શર્ટસ અને જેકેટ્સ પહેરીને આવ્યા હતાં.વિપક્ષના સાંસદો અદાણી જૂથ સામેના આરોપોની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) દ્વારા તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અન્ય સાંસદો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
