News of Friday, 6th December 2024
૯૪% બાળકોને તેમના માતા-પિતાના સ્માર્ટફોનમાં માત્ર ૩ ફીચર્સ જોઈએ છે
સ્માર્ટફોનના કારણે સંબંધોમાં તિરાડ પેદા થવાનું જોખમ ૭૬% માતાપિતા અને ૭૧% બાળકો સંમત થયા કે તેઓ સ્માર્ટફોન વિના જીવી શકતા નથી

નવી દિલ્હી, તા.૬: દેશના ૭૬ ટકા બાળકો અને ૮૪ ટકા માતા-પિતા એકબીજા સાથે વધુ સમય વિતાવવા માંગે છે, પરંતુ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા એપ્સ તેમને આમ કરવાથી રોકી રહ્યાં છે.સ્માર્ટફોન નિર્માતા કંપની સ્શરું અને સાયબર મીડિયા રિસર્ચના સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે અનુસાર, ૯૪% બાળકો ઈચ્છે છે કે તેમના માતા-પિતાના સ્માર્ટફોનમાં કોલિંગ, મેસેજિંગ અને કેમેરા જેવા માત્ર ત્રણ ફીચર્સ હોવા જોઈએ. માતા-પિતા-બાળકના સંબંધો પર સ્માર્ટફોનની અસર જાણવા માટે કરાયેલા એક સર્વે મુજબ બાળકો નથી ઈચ્છતા કે તેમના માતા-પિતાના સ્માર્ટફોનમાં સોશિયલ મીડિયા, મનોરંજન અને ગેમિંગની સુવિધા હોય. બીજી તરફ, ૭૫% માતા-પિતા ચિંતિત છે કે તેમના બાળકો સ્માર્ટફોનની લતને કારણે પરિવાર સાથે અર્થપૂર્ણ સંબંધો બનાવી શકતા નથી. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે સ્માર્ટફોનના કારણે સંબંધોમાં તિરાડ પેદા થવાનું જોખમ રહેલું છે.૬૦% થી વધુ બાળકોએ કહ્યું કે જો તેમના મિત્રો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સથી દૂર જાય છે, તો તેઓ પણ આ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાનું બંધ કરી શકે છે.૬૪% બાળકો માને છે કે તેઓ સ્માર્ટફોનના વ્યસની છે.૭૬% માતાપિતા અને ૭૧% બાળકો સંમત થયા કે તેઓ સ્માર્ટફોન વિના જીવી શકતા નથી.સર્વે મુજબ, માતાપિતા સરેરાશ દિવસમાં ૫ કલાકથી વધુ અને બાળકો સ્માર્ટફોન પર ૪ કલાક વિતાવે છે. મોટાભાગનો સમય સોશિયલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ એપ્સ પર વિતાવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સકારાત્મક પરિવર્તન લાવવા અને જીવનને સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ વાત એ છે કે બાળકો તેમના માતા-પિતા કરતાં સ્માર્ટફોનની ખરાબ અસરો વિશે વધુ જાગળત છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
