News of Friday, 6th December 2024
અચાનક આઇટીસી વધારે લેનાર સામે ૦૩૧ દ્વારા કાર્યવાહી થશે
સોફટવેરથી ૬ મહિનામાં કોણે વધુ આઇટીસી લીધી તે જાણી શકાશે સોફ્ટવેરના ડેટાના આધારે દરોડા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

મુંબઇ, તા.૬: વેપાર શરૂ કર્યાના થોડા સમયમાં જ વધુ આઇટીસી લેનારાઓ સામે જીએસટીના અધિકારીઓ કાર્યવાહી કરશે. કારણ કે જીએસટી વિભાગ દ્વારા જે સોફટવેર તેયાર કરવામાં આવ્યો છે. તેમાં છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન કયા જીએસટી નંબર ધારકે સૌથી વધુ આઇટીસી લીધી છે. તેની વિગતો સૌથી ઉપર દર્શાવાશે. આ વિગતના આધારે જીએસટીના અધિકારીઓ સ્થળ તપાસ કરીને હકીકતમાં વેપાર થાય છે કે નહીં તેની ચકાસણી પણ કરવાના છે. આ કાર્યવાહીમાં કોઇ પણ બાબત શંકાસ્પદ ! જણાય તો જીએસટીના નંબરના આધારે કોની પાસેથી માલની ખરીદી કરે છે કોને વેચે છે તે સાહેતની વિગતો એકત્ર કર્યા બાદ તેમાં શંકા જણાય તો દરોડા પાડવામાં આવનાર છે. આ પ્રમાણે જ હાલમાં એકસપોર્ટના નામે જે ખેલ કરવામાં આવતો હતો તેને ઉઘાડો પાડવામાં આવ્યો છે.
બોગસ બિલીંગના દુષણને અટકાવવા માટે જીએસટી નંબર આપવા માટે સ્થળ તપાસ તા કરવામા આવે જ છે. તેમ છતા તેનુ કાયમી નિરાકરણ લાવી શકાયુ નથી. જ્યારે હવે જીએસટીના અધિકારીઓએ જે વેપારીએ જીએસટી નંબર લીધા બાદ છેલ્લા છ મહિનામાં સૌથી વધુ આઈટીસી લીધી હોય તેવા વેપારીઓની ઉલટ તપાસ કરીને જીએસટી ચોરી પકડી પાડવા માટે જીએસટીના અધિકારીઓ સક્રિય થયા છે.
બેંક ખાતાના આધારે પણ બોગસ બિલીંગ અટકાવાશે
બોગસ બિલીંગના રેકેડ સાથે સંકળાયેલા મોટાભાગના વેપારીઓ જીએસટી નંબર લીધા બાદ થોડા સમયમાં જ વધુ આઇટીસી લેતા હોય છે. તેમજ તેઓના બેંક ખાતામાં પણ રોકડની હેરફેર વધુ થતી હોય છે. આ માટે જીએસટીના અધિકાકરીઓએ જીએસટી નંબરની સાથે બેંક ખાતાની પણ વિગતો રહેલી હોય છે. તેમાં બેંકના અધિકારીઓ પાસે પણ કયા ખાતામાંથી સૌથી વધુ રોકડની ઉપાડ થાય છે તેની પણ જાણકારી મેળવે તો બોગસ બિલીંગના રેકેટને ઝડપથી પકડી શકાય તેમ હોવાનુ જાણકારો કહી રહયા છે
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
