News of Friday, 6th December 2024
કેનેડાએ વધાર્યુ ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શનઃસરકારે માંગી માર્કસ અને હાજરીની વિગતો
વારંવાર બદલાતા નિયમોથી કેનેડામાં અભ્યાસ કરવો બની રહ્યો છે મુશ્કેલ

ટોરેન્ટો : કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓને કેનેડીયન સરકાર દ્વારા એક ઇ-મેઇલ મળી રહ્યો છે,જેમાં તેમની પાસેથી તેમના માર્કસ હાજરીની વિગતો માંગવામાં આવી રહી છે.આ ઇ-મેઇલ મળતા ભારતીય વિદ્યાર્થીઓ બહુ વધારે ગભરાઇ ગયા છે અને તેઓ ભારતમાં પોતાના એજન્ટોને ફોન કરી રહ્યા છે જેમણે તેમની કેનેડા અભ્યાસની વ્યવસ્થા કરી હતી.જસ્ટીન ટ્રુડોની સરકારના ઇમીગ્રેશન, રેફયુજી એન્ડ સીટીઝનશીપ કેનેડા(આઇઆરસીસી)તરફથી મોકલાયેલ ઇમેઇલમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્ટડી પરમીટ અને એજ્યુકેશન રેકોર્ડ માંગવામાં આવ્યા છે.આઇઆરસીસી તરફથી આ ઇમેઇલ એવા સમયે મોકલાયા છે જયારે મોટા ભાગના વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વીઝા બે વર્ષ માટે વેલીડ છે.ખરેખરતો,સરકારે એક પહેલ શરૂ કરી છે જેના હેઠળ ડેઝીગ્નેેટેડ લનીઁગ ઇન્સ્ટીટયુશન (ડીએલઆઇએસ)અને વિદ્યાર્થીઓ પાસેથી ઇમીગ્રેશનના નિયમોના કડક પાલનની આશા રાખવામાં આવી રહી છે. સરકાર ચેક કરી રહી છે કે ડીએલઆઇએસ અને વિદ્યાર્થીઓ તરફથી ઇમીગ્રેશન કાયદાઓ અને અભ્યાસના નિયમોનું પાલન થઇ રહ્યું છે કે નહીં ડીએલઆઇએસ એવી સંસ્થાઓ છે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે.
ઇમેઇલ મેળવનાર એક વિદ્યાર્થીએ જણાવ્યું,‘‘આ ઇમેઇલ ઔપચારીક પૂછપરછનો છે,જેમાં વિદ્યાર્થીઓએ પુરાવા સાથે દર્શાવવાનું છે કે તે કેનેડામાં અભ્યાસ માટે શૈક્ષણિક અને ઇમીગ્રેશનના નિયમોનું પાલન કરી રહ્યા છે.જો કોઇ વિદ્યાર્થી યોગ્ય જવાબના આપી શકે અથવા પુરતા પુરાવા ના રજુ કરી શકે તો તેનો મતલબ કે તે નિયમોનું પાલન પણ નથી કરી રહ્યા.આવું કરનાર વિદ્યાર્થીઓની સ્ટડી પરમીટ રદ થઇ શકે છે અને તેમને તેમના દેશમાં પાછા મોકલી શકાય છે.''
અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું,‘‘ અમે ચિંતિત છીએ કેમ કે આ સખત નિયમોનો મતલબ શૈક્ષણિક અને ઇમીગ્રેશન નિયમોનું પાલન કરાવવા દબાણ વધારવાનો છે.અમારામાંથી ઘણાં લોકોને હવે લાગી રહ્યું છે કે જો અમે ભૂલથી અથવા જાણી જોઇને કલાસ છોડયા અથવા ડીએલઆઇએસ બદલી અને તે અંગે આઇઆરસીસીને જાણ ના કરી તો કેનેડામાં અમારૂ ભવિષ્ય જોખમમાં આવી શકે છે.''
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
