News of Friday, 6th December 2024
ટ્રીન ટ્રીનઃ મોબાઈલના મારા વચ્ચે હજી પણ દેશમાં ૧૭ હજાર ટેલિફોન બૂથ છે

નવી દિલ્હી, તા.૬: બુધવારે સંસદના શિયાળુ સત્રમાં સરકારે પબ્લિક ટેલિફોન બૂથ (ભ્ઘ્બ્) અંગે માહિતી આપી હતી. આ સમયે, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં દેશભરમાં ૪૪,૯૨૨ જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા છે. હાલમાં, દેશભરમાં લગભગ ૧૭ હજાર ટેલિફોન બૂથ કાર્યરત છે.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી પી ચંદ્રશેખરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. મોબાઈલ ફોન ટેકનોલોજીની વ્યાપકતા વધવાથી જાહેર ટેલિફોન બૂથની સંખ્યામાં ઘટાડો થયો. આ માટે ટેલિ ડેન્સિટી અને મોબાઇલ એફોર્ડેબિલિટીમાં વધારો કારણભૂત છે, એમ પી ચંદ્રશેખરે જણાવ્યું હતું.
એવો અંદાજ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૪૪,૯૨૨ જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા છે.
ઉપરાંત, ૩૦ જૂન, ૨૦૨૪ સુધી દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં ૧,૫૧૯ જાહેર ટેલિફોન બૂથ અને શહેરી વિસ્તારોમાં ૧૫,૪૩૯ જાહેર ટેલિફોન બૂથ હતા, એમ પી ચંદ્રશેખરે જણાવ્યું હતું
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
