News of Friday, 6th December 2024
મારૂતિ સુઝુકીએ આપ્યો ઝટકોઃહવે કાર ખરીદવી મોંઘી થશે
જાન્યુઆરીથી તેની તમામ કારની કિંમતોમાં ૪ ટકાનો વધારો

નવી દિલ્હી, તા.૬: મારુતિ સુઝુકીએ આગામી વર્ષે જાન્યુઆરીથી તેની તમામ કારની કિંમતોમાં ૪ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ ભાવવધારા પાછળનું કારણ વધતા ઈનપુટ ખર્ચ અને વધેલા લોજિસ્ટિક્સ ખર્ચને ટાંકયું છે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ નવા વર્ષની શરૂઆત પહેલા પોતાની કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે જાન્યુઆરી ૨૦૨૫ થી તેના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે આવતા વર્ષે જાન્યુઆરીથી કારની કિંમતમાં લગભગ ૪%નો વધારો થશે.
મારુતિ સુઝુકીએ તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે વધતા ઈનપુટ ખર્ચ, વિનિમય દરો અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીને કારની કિંમતો વધારવાની ફરજ પડી છે. કંપની દ્વારા આ વધારાના ખર્ચને ઉઠાવવાના પ્રયાસો અપૂરતા સાબિત થયા છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપનીએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે ૧ જાન્યુઆરીથી હ્યુન્ડાઈના તમામ મોડલ્સની કિંમતોમાં વધારો કરવામાં આવશે. જે વિવિધ મોડલ પર નિર્ભર રહેશે. પરંતુ આ વધારો કારની એક્સ-શોરૂમ કિંમત પર લાગુ થશે. જો કે કઈ કાર પર કેટલો વધારો થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.તાજેતરમાં, મારુતિ સુઝુકીએ સ્થાનિક બજારમાં તેની પ્રખ્યાત સેડાન કાર ડીઝાયરનું નવું ચોથી પેઢીનું મોડલ લોન્ચ કર્યું છે. જેની શરૂઆતી કિંમત ૬.૭૯ લાખ રૂપિયા છે. આ સિવાય કંપની આવતા વર્ષે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કારને પણ માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. જે ૧૭ જાન્યુઆરીથી શરૂ થનારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.અગાઉ ગઈકાલે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી તેના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હ્યુન્ડાઈની કારની કિંમતમાં અંદાજે ૨૫,૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવશે. કંપનીના ડાયરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગે કહ્યું કે કારની વધતી કિંમતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
