<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

કાશ્‍મીરમાં આતંકવાદ અને આતંકવાદીઓ સાથે લડવાની કવાયત તેજ

છેલ્લા થોડા દિવસથી પહાડી વિસ્‍તારોમા઼ આતંકવાદીઓની બહું હિલચાલના સમાચારો-

જમ્‍મુઃ જમ્‍મુ કાશ્‍મીરમાં હવે ઠંડીમાં આતંકવાદી અને આતંકવાદીઓ સામે લડવાની કવાયત તેજ થઇ ગઇ છે.છેલ્લા કેટલાક દિવસોથી રાજયના પહાડી વિસ્‍તારોમા઼ આતંકીઓની બહુ હલચલ હોવાના સમાચારો આવી રહયા છે.આ સમાચારો અનુસાર, આતંકીઓની એક થી બીજા જીલ્લામાં પણ જઇ રહયા છે. ખાસ કરીને એ જીલ્લાઓમાં જયાં સુરક્ષાદળોની તૈનાતી એટલી મોટી સંખ્‍યામા઼ નથી.

અધિકારીઓએ જણાવ્‍યું કે ડોડા, કિશ્‍તવાડા,રાજાૈરી,પંચુમાં ,ઉધમપુર જીલ્લાઓના પહાડી વિસ્‍તારોમાં છૂપાયેલા આતંકીઓ સામે નિપટવા માટે જૈકેપી અને એસઓજી સાથે ઘણી સુરક્ષા એજન્‍સીઓ દ્વારા એક વ્‍યાપક રણનીતિ તૈયાર કરાઇ છે. જો કે આતંકીઓ એક જીલ્લાથી બીજા જીલ્લામા઼ આવતા જતા઼ રહે છે જીલ્લાના પહાડોમાં પણ તેમની ઉપસ્‍થિતી જોવામાં આવી છે.

આના માટે જમ્‍મુ કાશ્‍મીર  પોલીસ (જેકેપી) સહિત બધી સુરક્ષા એજન્‍સીઓએ શિયાળા દરમ્‍યાન આંતકીઓને બીન અસરકારક બનાવવા માટે પોતાને સજજ કરી લીધા છે.એવું માનવામાં આવે છે કે તેઓ જયાં છુપાય છે તે પહાડો બરફથી ઠંકાયેલા હશે અને તેઓ જમ્‍મુના મેદાની વિસ્‍તારોમા઼ આવી શકે છે.

અધિકારીઓનું કહેવું છે કે ડિસેમ્‍બર મધ્‍યથી ફેબ્રુઆરીના અંત સુધી પહાડોમાં અત્‍યધિક ખરાબ હવામાનની સ્‍થિતીમા઼ આંતકીઓ માટે પહાડોમાં જીવિત રહેવું સંભવ નહી રહે અને તેમણે ફરજીયાત મેદાની વિસ્‍તારોમાં આવવું જ પડશે.

જણાવાઇ રહયું છે કે મોટાભાગના આતંકવાદીઓ પાકિસ્‍તાની છે અને સામા પારથી ઘુસણખોરી કરીને કઠુઆ, ઉધમપુર, કિશ્‍તવાડ, ડોડા, રાજાૈરી, પંચુ જીલ્લાઓના પહાડી વિસ્‍તારોમા઼ પહોંચવા પહાડો પર ચડાણ કરે છે.

તેમને રાશન અને અન્‍ય જરૂરી વસ્‍તુઓ આપીને જીવતા રાખવા માટે ઓવરગાઉન્‍ડસ વર્કરો મદદ કરતા હોય છે.

આતંકવાદીઓ સ્‍થાનિક મદદ વગર જીવિત ના રહી શકે કેમ કે તેઓ ભોજન અને અન્‍ય જરૂરી વસ્‍તુઓ માટે ઓજીડબલ્‍યુ પર નિર્ભય છે. એટલે જ હાલમાં જમ્‍મુ પોલીસે આતંકવાદીઓના સમર્થન આધાર તંત્રને ઘટતું કરવા લગભગ સમગ્ર વિસ્‍તારમા઼ મોટી કાર્યવાહી કરી અને તેમાં બે મહિલાઓ સહિત કેટલાયે લોકોને ઝડપી લેવાયા છે

(3:09 PM IST)