<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

પહાડો પર હિમવર્ષા છતાં કાશ્‍મીરમાં ૭ર ટકા ઓછો વરસાદ

 

જમ્‍મુઃ છેલ્લા બે સપ્‍તાહથી ઉંચાઇવાળા વિસ્‍તારોમાં સતત બરફવર્ષા છતાં જમ્‍મુ-કાશ્‍મીરમાં વરસાદની અછત ચાલું છે. સ્‍થાનીક હવામાન વિભાગ અનુસાર, ૧ ઓકટોમ્‍બરથી ૪ ડિસેમ્‍બર સુધીમાં વરસાદની કમી ૭ર ટકા થઇ ગઇ છે.

ઉપલબ્‍ધ માહિતી અનુસાર, હવામાન વિભાગ દ્વારા સંચાર કરાયેલ આંકડાઓથી જાણવા મળ્‍યું છે કે ૭૦.પ મીલીમીટરના સરેરાશ વરસાદની સામે જમ્‍મુ- કાશ્‍મીરમાં છેલ્લા બે મહિનામાં ૧૯.૯ મીમી વરસાદ નોંધાયો છે. આંકડાઓ જણાવે છે કે આ સમયગાળા દરમ્‍યાન રાજયના મોટાભાગના સ્‍થળોએ ૬૦ થી ૯૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

વરસાદની અછત સામે લડી રહેલ વિસ્‍તારોની અજબ વાત છે. જમ્‍મુ-કાશ્‍મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં ૮ર ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જયારે દક્ષિણ કાશ્‍મીરના શોપીયાંમાં છેલ્લા બે મહિના દરમ્‍યાન સૌથી વધારે ૯૬ ટકા ની કમી નોંધાઇ છે.

આંકડાઓ જણાવે છે કે જમ્‍મુ ડિવીઝનનો સાંબા એકમાત્ર એવો જીલ્લો છે જયાં સરેરાશથી વધારે વરસાદ નોંધાયો છે.

આ સમયગાળામાં અહીં સરેરાશ ૧૮.૧ મીલીમીટરની છે તેની સામે ૪૭ મીમી વરસાદ નોંધાયો છે જે ૧૬૦ ટકા વધારે છે. ફુલગામ,બડગામ અને પુંછમાં ૯૦ ટકાથી વધારે વરસાદની કમી નોંધાઇ છે. જયારે અનંતનાગ, કિશ્‍તવાડ, પુલવામાં અને ઉધમપુરમાં ૮૦ ટકાથી વધારે કમી નોંધાઇ છે.

આંકડાઓ અનુસાર બારામુલ્લા, ગંદરબલ અને રામબનમાં ૭૦ ટકાથી વધારે કમી નોંધાઇ છે.

(4:08 PM IST)