<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડીને ૬.૬ ટકા કર્યો

નવી દિલ્‍હી, તા.૬: RBI ગવર્નર શક્‍તિકાંત દાસે શુક્રવારે સતત ૧૧મી વખત વ્‍યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ અત્‍યારે ૬.૫૦% પર રહેશે. MPCના ૬ માંથી ૪ સભ્‍યો વ્‍યાજ દર (રેપો રેટ)માં ફેરફારની તરફેણમાં ન હતા. આ સાથે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વળદ્ધિ દરનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડીને ૬.૬ ટકા કર્યો છે.

આરબીઆઈ ગવર્નર શક્‍તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૫ ના ત્રીજા ક્‍વાર્ટરમાં જીડીપી વળદ્ધિ દર ૬.૮ ટકા રહી શકે છે. દાસે જીડીપી વળદ્ધિનો અંદાજ ૭.૪ ટકાથી ઘટાડીને ૬.૮ ટકા કર્યો છે. એ જ રીતે ચોથા ક્‍વાર્ટરમાં ૭.૪ ટકા ઘટીને ૭.૨ ટકા થઈ ગયો છે. FY25 માટે જીડીપી વળદ્ધિનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડીને ૬.૬ ટકા કરવામાં આવ્‍યો છે.

FY26 માં GDP વળદ્ધિ કેવી રહેશે?

જ્‍ળ્‍૨૫ની જેમ, દાસે જ્‍ળ્‍૨૬ માટે પણ વળદ્ધિ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વળદ્ધિનો અંદાજ ૭.૩ ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કરવામાં આવ્‍યો છે. જ્‍યારે નાણાકીય વર્ષ ૨૬ ના બીજા ક્‍વાર્ટરમાં જીડીપી વળદ્ધિ ૭.૩ ટકા રહેવાનો અંદાજ છે.

(3:56 PM IST)