<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

વ્‍હિસ્‍કી, રમ, વાઇન અને બીયર... આ બધામાંથી સૌથી વધારે નશો શેમાં થાય છે? પીનારા પણ નહીં જાણતા હોય!

ઘણા લોકો વ્‍હિસ્‍કી, બિયર અને વાઇન ટ્રાઈ કરી ચુકયા હશે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બધામાંથી સૌથી વધારે નશો શેનો થાય છે અને ઝડપી શેનો ઉતરે છે?

નવી દિલ્‍હી, તા.૬: આજકાલ નશાનું ચલણ ઘણું વધી ગયું છે. દારૂનું સેવન તો જાણે પણ સામાન્‍ય બની ગયું હોય તેમ પીવાય છે. દારૂના વિવિધ પ્રકારો છે, જેમાં મુખ્‍ય વ્‍હિસ્‍કી, રમ, વાઇન અને બીયર છે. દરેક પ્રકારના આલ્‍કોહોલના સેવનનું શરીર પર અલગ-અલગ અસરો થાય છે. ત્‍યારે ચાલો આજે તમને જણાવીએ કે, આમાંથી કયો દારૂ તમને સૌથી ઝડપી નશો આપે છે.

વ્‍હિસ્‍કીનો નશો કેટલો થાય છે? વ્‍હિસ્‍કીઃ એક સ્‍ટ્રોંગ દારૂ છે, જેમાં આલ્‍કોહોલની ટકાવારી સામાન્‍ય રીતે ૪૦% થી વધુ હોય છે. તેને પીવાથી ઝડપથી નશો થઈ શકે છે, કારણ કે તે ઝડપથી લોહીમાં ભળે છે. વ્‍હિસ્‍કીનો નશો ધીમે ધીમે ઉતરે છે, પરંતુ તેનો નશો જેટલો ઝડપથી ચડે છે એનો મતલબ એ નથી કે તેટલી ઝડપથી એ ઉતરી પણ જાય છે. તેથી વ્‍હિસ્‍કીનો નશો લાંબા સમય સુધી રહે છે. ટૂંકા સમયમાં નશો ઉતારવા માટે વ્‍યક્‍તિએ વધુ પાણી અથવા જ્‍યુસ પીવું જોઈએ.

રમનો નશો કેટલો ચઢે છે? રમ પણ એક સ્‍ટ્રોંગ દારૂ છે, જેમાં આલ્‍કોહોલનું પ્રમાણ સામાન્‍ય રીતે ૩૫%-૪૦% હોય છે. તેનો સ્‍વાદ થોડો મીઠો હોય છે અને વ્‍હિસ્‍કીની જેમ તે શરીર પર ઝડપથી અસર કરે છે. જો કે, તેની મીઠાશને કારણે લોકો તેને વધુ માત્રામાં પી શકે છે, જેના કારણે નશો લાંબા સમય સુધી રહે છે. રમનો નશો પણ થોડા સમય પછી શમી જાય છે, પરંતુ વ્‍હિસ્‍કીની સરખામણીમાં તેના ચડવામાં અને ઉતારવામાં થોડો તફાવત હોઈ શકે છે. સામાન્‍ય રીતે તેનો નશો લગભગ ૪-૬ કલાક સુધી રહે છે.

વાઈનનો નશો કેટલો ચઢે છે? વાઇનઃ ખાસ કરીને રેડ વાઇન અને વ્‍હાઇટ વાઇન, દારૂના હળવા સ્‍વરૂપો માનવામાં આવે છે. વાઇનમાં આલ્‍કોહોલનું પ્રમાણ સામાન્‍ય રીતે ૧૨%-૧૫% હોય છે. તેનું સેવન કરવાથી થોડા સમયમાં નશો ઉતરી જાય છે, પરંતુ તેની અસર પણ શરીર પર લાંબો સમય રહેતી નથી. વાઇનનો નશો ધીમે ધીમે ઓછો થાય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં થોડી તાજગીનો અનુભવ થાય છે. વાઇનનો નશો અન્‍ય શરાબ કરતાં ઝડપથી દૂર થઈ જાય છે, જેના કારણે તેને પીનારા લોકો ઝડપથી ભાનમાં આવે છે.બીયરઃ એ આલ્‍કોહોલની સૌથી હળવી અને પોપ્‍યુલર પ્રકારમાંની એક છે, જેમાં આલ્‍કોહોલનું પ્રમાણ ૪%-૭% ની વચ્‍ચે હોય છે. બીયરનું સેવન ધીમે-ધીમે નશોનું કારણ બને છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી ઉતરી જાય છે. જેના કારણે બિયર પીનારાઓને વારંવાર પીવાનું મન થાય છે. બીયરનો નશો શરીર પર ખૂબ જ હળવી અસર કરે છે અને તે ઝડપથી ઉતરી પણ જાય છે, તેથી તેને એક જ વારમાં મોટી માત્રામાં પીવાથી નશો ધીમે ધીમે ચડતો હોય તેવું ફીલ થાય છે.

(3:51 PM IST)