<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૩ ડિસેમ્બરે પ્રયાગરાજમાં

પ્રયાગરાજ થી વારાણસી વચ્ચે રેલ માર્ગ અને ગંગા નદી પર બનેલ રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે :મહાકુંભની તૈયારીઓની સમીક્ષા પણ કરશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૩ ડિસેમ્બરે  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી વારાણસી વચ્ચે રેલ માર્ગ અને ગંગા નદી પર બનેલ રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે. મહાકુંભ દરમિયાન આ રેલ્વે માર્ગ પર ટ્રેનોની અવર-જવર ૧૦૦ થી ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. જે પ્રયાગરાજથી વારાણસીની યાત્રા સવા કલાકમાં પૂરી કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી એજ દિવસે મહાકુંભની તૈયારીઓની સમીક્ષા પણ કરશે.

(9:28 PM IST)