<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

ગુજરાતમાં ત્રણ સહીત દેશભરમાં નવા 85 જેટલા કેન્દ્રીય વિદ્યાલય બનાવવા મોદી સરકારની મંજૂરી

અમદાવાદના ઓગણજ, અમરેલીના ચક્કરગઢ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી :દેશના 82 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.

નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય અને 28 નવા નવોદય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયથી દેશભરના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.ગુજરાતમાં પણ કુલ ત્રણ કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે. 

મોદી કેબિનેટે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આશરે 82 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ નવી રોજગારીનું પણ સર્જન થશે. સરકારે આ માટે કુલ 5872 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 28 નવા નવોદય વિદ્યાલય બનાવવામાં આવશે. જેનાથી 15 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે. નવા કેન્દ્રીય અને નવોદય વિદ્યાલય માટે કુલ 8232 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

  દેશભરમાં 85 કેન્દ્રીય વિદ્યાલયમાંથી ત્રણ ગુજરાતમાં બનાવવામાં આવશે. જેમાં અમદાવાદના ઓગણજ, અમરેલીના ચક્કરગઢ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપવામાં આવી છે.

(9:53 PM IST)