<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

13મીથી મુંબઈમાં ત્રણ દિવસ હિન્દુ ઇકોનૉમિક ફોરમનું આયોજન

ઉભરતા હિન્દુ ઉધમિયોને પ્રોત્સાહિત, સમર્થન અને માર્ગદર્શન પ્રદાન કરી શકે.

મુંબઈ: આ વર્ષે, હિન્દુ ઇકોનૉમિક ફોરમનું બહુપ્રતિક્ષિત વાર્ષિક સમ્મેલન તા.૧૩ થી ૧૫ ડિસેમ્બર-૨૦૨૪ સુધી મુંબઈના પ્રતિષ્ઠિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. “ભવિષ્યને માટે, ભવિષ્યમાં વિચારો” થીમ સાથે, ડબ્લૂએચઈએફ ૨૦૨૪ નો ઉદ્દેશ્ય  ભવિષ્યવાદી વિચાર અને દીર્ઘકાલીન આર્થિક રણનીતિયોને વિકસિત કરવાનો છે, જો “વિકસિત ભારત ૨૦૪૭” ના લક્ષ્યની સાથે સંરેખિત છે,અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે, હિન્દુ ઇકોનૉમિક ફોરમ હિન્દુ સમાજની અંદર આર્થિક રૂપે સફળ તત્વો જેવા કે, વેપારીયો, ધંધાદારી, બૈન્કરો, ટેક્નોક્રેટ, નિવેશકો, ઉદ્યોગપતિયો, ખાસ પ્રકારના કારીગરો, સાથે-સાથે અર્થશાસ્ત્રીઓ અને વિચારકોને એક સાથે લાવે છે. જેથી પ્રત્યેક સમૂહ પોતાનું જ્ઞાન, વિશેષજ્ઞતા અને સંસાધનોને એક-બીજાની સાથે વિચારોની ભાગીદારી કરી શકે અને ઉભરતા હિન્દુ ઉધમિયોને પ્રોત્સાહિત, સમર્થન અને માર્ગદર્શન પ્રદાન કરી શકે. આ આયોજનમાં દેશના તમામ  રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મહાનુભાવને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

(10:57 PM IST)